લો બોલો, અધધધ કિંમતે ONLINE ચુલ્હાની રાખ વેચાય છે શું તમે પણ ચુલ્હાની રાખોડી ફેંકી દો છો ? પહેલા આ વાંચી લેજો
આજે તો આધુનિક યુગમાં ચુલ્હાનું સ્થાન ગેસે લઇ લીધું છે. પરંતુ ગામડા અને કેટલાક ઘરોમાં આજે પણ ચુલ્હા જીવંત છે. ચુલ્હામાં નીકળતા કોલસાનો ઉપયોગ તો આપણે અલગ અલગ પ્રકારે કરતા હોઈએ છીએ. અને તેની રાખોડીને ફેંકી દેતા હોઇ છીએ. પરંતુ શું તમે જાણો છો કે ચુલ્હાની રાખોડી પણ સામાન્ય નથી.

સામાન્ય રીતે આપણે ગામડાની અંદર રાખૉડીનો ઉપયોગ વાસણ ઘસવા માટે કરતા હતા. પરંતુ સમય સાથે તેની જગ્યા પણ ડીશ વોશ દ્વારા લઇ લેવામાં આવી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ઈ કોમર્સ વેબ સાઈટ ઉપર ચુલ્હાની રાખોડી પણ વેચાય છે.
ચુલ્હાની રાખોડી ઈ કોમર્સ વેબ સાઈટ ઉપર “ડીશ વોશિંગ વુડ એશ”ના નામે વેચવામાં આવે છે. ઓનલાઇન વેચાતી આ રાખોડીની કિંમત પણ તમને હેરાન કરી દેનારી છે અને તે સાંભળીને તમારું મન પણ તેને ફેંકવાનું ક્યારેય નહીં થાય.

તેની કિંમત 250 ગ્રામ માટે 399 રૂપિયા જણાવવામાં આવી રહી છે. પરંતુ ડિસ્કાઉન્ટ બાદ તેને 160 રૂપિયા પ્રતિ 250 ગ્રામ વેચવામાં આવે છે. એટલે કે ડિસ્કાઉન્ટ પછી પણ એક કિલોગ્રામ રાખોડીની કિંમત ગ્રાહકે 640 રૂપિયા ચૂકવવી પડશે.

ઈ કોમર્સ વેબસાઈટ ઉપર આ રાખોડી વાસણ ધોવા માટે કારગર જણાવવામાં આવી છે. સાથે જ તેને છોડ માટે પણ એક ખાતરના રૂપમાં જણાવવામાં આવી છે. આ પ્રકારના ઉત્પાદન બનાવવા વાળી મોટાભાગની કંપનીઓ તામિલનાડુની છે.

જો કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રાખોડી વાસણ સાફ કરવા માટે એટલા માટે કારગર સાબિત થાય છે કે તેમાં કાર્બન હોય છે. રાખોડી વાસણમાં લાગેલી ગંદકી અને તેલના નિશાનને સાફ કરી શકે છે. તેને વધારે ચમકાવવા માટે નહીં. આ સુરક્ષિત પણ છે કારણ કે તેમાં કેમિકલ નથી હોતું. રાખૉડીમાં પોટેશિયમ હોય છે જેના કારણે તેનો ઉપયોગ ખાતર તરીકે પણ કરી શકાય છે.