શું આર્યન ખાન બાદ હવે આસારામને પણ મળી જશે કોર્ટમાંથી જામીન ? આવી ગયા મોટા સમાચાર
બળાત્કારના કેસમાં છેલ્લા 8 વર્ષથી જેલની અંદર બંધ આસારામ હવે જેલમાં રહીને કંટાળી ગયા છે, જેના કારણે તેમના દીકરા નારાયણ સાંઈ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે, જેની અંદર આસારામના લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ અને સ્વાસ્થ્ય અંગેની વિગતો પણ રજૂ કરવામાં આવી છે.
બળાત્કાર કેસની અંદર આસારામની વર્ષ 2013માં ધરપકડ કરવામાં આવી હતી. હાલ આસારામની ઉંમર 82 વર્ષની. કોર્ટની અંદર તેમના જૂન મહિનાના રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે, પરંતુ કોર્ટ દ્વારા તેમના લેટેસ્ટ રિપોર્ટ મંગાવામાં આવ્યા છે. તેમના દીકરાએ તેમના આરોગ્યને ધ્યાનમાં લઈને અરજી કરી છે.
રાજસ્થાનમાં નોંધાયેલા બળાત્કારના અન્ય એક કેસમાં આસારામ જોધપુર જેલમાં બંધ હોવાથી હાઇકોર્ટે જોધપુર જેલના સુપ્રિન્ટેન્ટન્ટને નોટિસ પાઠવી છે. જામીન અરજીના વિરોધમાં રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. કોર્ટ સમક્ષ આસારામના વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, કોવિડ પછી ઉપરાંત અન્ય કેટલીક બીમારીઓ છે. જેલના સમય દરમિયાનમાં કેટલીક વાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આસારામના વકીલ મારફતે એ પણ દલીલ રજુ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે કે જો કોઇ આરોપી આઠ વર્ષ સુધી જેલમાં રહ્યો હોય, તેના આધારે પણ તેને જામીન આપી શકાય. આ મામલે હવે આગામી 26 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. અત્યારે તેની ઉંમર 82 વર્ષ છે અને તબિયત દિવસે ને દિવસે લથડી રહી છે. એક તબક્કે તેનું હિમોગ્લોબિન 3.6 થઇ ગયું હતું.