ખબર

રેપ કેસમાં સજા કાપી રહેલા આસારામ બાપુની તબિયત વધુ બગડી, વેંટીલેટર પર રખાયા

રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા કોરોના સંક્રમિત આસારામને બુધવાર રાત્રે તબિયત બગડ્યા બાદ મહાત્મા ગાંધી હૉસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા હતા. આસારામનો કોરોના ટેસ્ટ થયો હતો અને બુધવાર સાંજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના વાયરસને કારણે ઓક્સિજન લેવલ ખૂબ ઓછું થતા તેમને હૉસ્પિટલના આઇસીયૂ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બળાત્કાર કેસમાં સજા કાપી રહેલા આરાસામ બાપુની તબિયત કોરોના સંક્રમિત થયા પછી બગડી ગઈ છે. તેમને જોધપુરમાં એમડીએમ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા બાદ તેને વેન્ટિલેટર પર મોકલી દેવાયા છે.

જોધપુરની સેન્ટ્રલ જેલમાં ગયા મહિને જ લગભગ એક ડઝન કેદી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. તમામ કોરોના પોઝિટિવ કેદીઓને જેલની ડિસ્પેન્સરીમાં જ આઇસોલેટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હવે અન્ય કેદીઓમાં પણ કોરોના સંક્રમણના લક્ષણ જોવા મળ્યા છે. બીજી તરફ આસારામની તબિયત બગડ્યા બાદ જેલમાં કોરોના સંક્રમણની આશંકા વધી ગઈ છે.

આસારામને જયારે હોસ્પિટલમાં લઇ જવાયા અને તે બાદ તેમની તબિયતના સમાચાર મળતા જ તેમના અનુયાયીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલિસના લોકોને સંભાળવામાં મુશ્કેલી પડી હતી. કેટલાક લોકો હોસ્પિટલ પરિસરમાં પ્રવેશ કરવાના પ્રયાસો કરતા હતા. હોસ્પિટલમાં ઘૂસવા દરમિયાન બે મહિલાઓ સહિત કેટલાક અનુયાયીઓને હિરાસતમાં લીધા હતા.