સજાથી બચવા આશારામ બાપુએ કર્યા નવા કારનામા, જાણીને મગજ ચકરાઈ જશે

રેપના મામલે સજા કાપી રહેલ આસારામે ગાંધીનગર સેશન્સ કોર્ટના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે. આસારામે કહ્યુ કે, તેની સજા પર રોક લગાવવામાં આવે, કારણે તેની તબિયત ઠીક નથી. આ મામલે આવનારા દિવસોમાં સુનાવણી થશે. આસારામને ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા ઉમ્રકેદની સજા સંભળાવવામાં આવી હતી. આસારામ પર પોતાની સાધિકા સાથે બરાત્કારનો આરોપમાં સજા સંભળાવવામાં આવી હતી.

ફેબ્રુઆરીમાં ગાંધીનગર સત્ર અદાલતે નિર્ણય સંભળાવતા કહ્યુ હતુ કે અપરાધની પ્રકૃતિને જોતા આસારામ સહાનુભૂતિને પાત્ર નથી. તેમની ઉંમર અને સ્વાસ્થ્યના આધારે બચાવને વૈદ્ય ન માનવામાં આવે. જસ્ટિસે પોતાના આદેશમાં કહ્યુ કે, સમાજના ધાર્મિક લોકોના શોષણ રોકવા માટે આ રીતના જઘન્ય અપરાધના દોષિઓને બખ્શવામાં ન આવી શકે અને તેમને કાનૂન દ્વારા નિર્ધારિત પૂરી સીમા સુધી દંડિત કરવામાં આવવા જોઇએ.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ કે, આસારામે પોતાની દીકરીથી પણ ઓછી ઉંમરની પીડિતાનું શોષણ કર્યુ અને આવા અપરાધને હલ્કામાં ન લઇ શકાય. અદાલતે કહ્યુ કે, આ ખાલી સમાજની નહિ પણ અદાલતની પણ નૈતિક જવાબદારી બને છે કે તેઓ એક ઉદાહરણ પેશ કરે અને આ રીતનો વ્યવહાર રોકે. મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ બધાની જવાબદારી છે.

અદાલતે એ પણ કહ્યુ કે આપણા સમાજમાં એક ધાર્મિક નેતાને એક એવો વ્યક્તિ માનવામાં આવે છે જે ઇશ્વર પ્રત્યે પ્રેમ પેદા કરે અને આપણને ભક્તિ, ધર્મ અને સત્સંગના માધ્યમથી ઇશ્વર સુધી લઇ જાય. કોર્ટે કહ્યુ કે, શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યુ છે કે જ્યાં મહિલાઓને સમ્માન આપવામાં આવે છે, ત્યાં દેવતા નિવાસ કરે છે. જો આપણે મહિલાઓને સમ્માન આપીએ છીએ તો આપણે નિશ્ચિત રૂપથી પુરુષો પ્રત્યે તેના દ્રષ્ટિકોણને બદલી શકીએ છીએ.

Shah Jina