ખબર

BREAKING : આસારામ ફરી થયો જેલ ભેગો…સુરતની સગીરા પર દુષ્કર્મના કેસમાં કોર્ટે ફટકારી ખતરનાક સજા- જાણો જલ્દી

ગઈકાલે આસારામને સુરતની યુવતી સાથે દુષ્કર્મ કરવાના કેસમાં ગાંધીનગરની સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આસારામ પર આ કેસ છેલ્લા 9 વર્ષથી ચાલી રહ્યો હતો. ત્યારે આખરે આજે આ કેસનો નિર્ણય આવી ગયો અને ગાંધીનગરની સેશન્સ કોર્ટ દ્વારા આરોપી આસારામને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આસારામ છેલ્લા ઘણા સમયથી જોધપુરની સેન્ટ્રલ કોર્ટમાં 16 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં સજા કાપી રહ્યો છે.

ત્યારે હવે સુરતની યુવતી પર આસારામ દ્વારા કરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં આસારામને સજા સંભળાવતા યુવતીને ન્યાય મળ્યો છે. આસારામને કલમ 376 હેઠળ આજીવન કેદ, 377 હેઠળ આજીવન કેદ, 354 હેઠળ એક વર્ષ, 342 હેઠળ 6 મહિના, 357 હેઠળ 1 વર્ષ અને 506(2) હેઠળ એક વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. ત્યારે આ કેસના અન્ય 7 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.

આસારામ વિરુદ્ધ આ કેસ 6 ઓક્ટોબર 2013ના રોજ નોંધાયો હતો. જેમાં સુરતની બે યુવતીઓ પર વર્ષ 2001માં દુષ્કર્મ આચરવાની ફરિયાદને લઈને વર્ષ 2013માં ગુન્હો નોંધાયો હતો. વર્ષ 2013થી ચાલી આવતા આ કેસની અંદર આસારામ ઉપરાંત અન્ય 7 આરોપીઓ પણ હતા. જેમાં આસારામને આજીવન કેદ મળી તો બાકીના 7 આરોપીઓ નિર્દોષ જાહેર થયા છે.

કોર્ટ દ્વારા આસારામની પત્ની અને તેની દીકરી સહિતના કુલ 6 આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ કેસમાં બંને બહેનોમાંથી એક બહેને આસારામ પર જ્યારે બીજી બહેને આસારામના દીકરા નારાયણ સાઈ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. મોટી બહેને આસારામ સામે યૌન શોષણની ફરિયાદ કરી છે. ઘટના બની ત્યારે આ બંને બહેનો અમદાવાદમાં રહેતી હતી.