‘બીમાર છું, 9 વર્ષથી જેલમાં છુ’: યૌન ઉત્પીડન કેસમાં જમાનત માટે આસારામે એવા એવા કારનામા કર્યા કે ચોંકી જશો

રેપ કેસના આરોપમાં ફસાયેલો આરોપી આસારામ ઘણા સમયથી જેલમાં બંધ છે. એવામાં હાલમાં જ આસારામે વધતી ઉમર અને બીમારીનું કારણ જણાવીને પોતાની જમાનત માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. એવામાં આ અરજીને ધ્યાનમાં લેતા કોર્ટે ગુજરાત સરકારને નોટિસ મોકલી છે અને અને આવનારી 7 સપ્ટેમ્બર સુધીમાં જવાબ માંગ્યો છે. પોતાની અરજીમાં આસારામે ખરાબ સ્વાસ્થ્ય અને બીમારીનો હવાલો આપતા જમાનતની માંગ કરી છે.

આસારામે પોતાની અરજીમાં કહ્યું કે તેમના ઉપર ગંભીર મામલાઓને લઈને ટ્રાયલ ચાલી રહી છે, એવામાં તેમને નથી લાગતું કે ટ્રાયલ તેના વિરુદ્ધ ક્યારેય પણ ખતમ થશે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું કે, પોતે ગત 9 વર્ષોથી જેલમાં બંધ છે. તેની ઉંમર 80 વર્ષથી વધારે થઇ ચુકી છે.  તે લગાતાર ગંભીર બીમારીથી ગ્રસિત થઇ રહ્યો છે, જેના આધારે સુપ્રીમ કોર્ટ તેની જમાનત અરજી પર સહાનુભૂતિ પૂર્વક વિચાર કરીને જમાનત પર રિહાઈનો આદેશ રિલીઝ કરે, જેથી તે પોતાનો સારી રીતે ઈલાજ કરાવી શકે.

જણાવી દઈએ કે આસારામ પહેલા પણ સુપ્રીમ કોર્ટને જમાનત માટે અરજી આપી ચુક્યા છે, પણ કોર્ટે તેને કોઈ રાહત આપી ન હતી. ગત વર્ષે સુપ્રીમ કોર્ટે આસારામને મેડિકલ આધાર પર અંતરિમ જમાનત આપવાનો ઇન્કાર કરી દીધો હતો. અને હવે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટની આ નોટિસ પર શું જવાબ આપે, તેના પર આસારામની રિહાઈ નિર્ભય કરે છે.

આંકડાના આધારે આસારામે ઓછમાં ઓછા 15 વાર કોર્ટમાં જમાનત માટેની અરજી દાખલ કરી છે, અને દરેક વાર તેની અરજીને અમાન્ય કરી દેવામાં આવી છે, પણ આ વખતે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી દીધી છે, જેના જવાબ પર આગળની સુનવણી કરવામાં આવશે. આસારામ પર ગુરુકુળમાં અભ્યાસ કરતી એક નાબાલિગ વિદ્યાર્થીની સાથે યૌન ઉત્પીડનનો આરોપ છે. આ કેસ 2013નો છે, જેમાં આસારામને 2018માં દોષી ઠેરવવાાં આવ્યો હતો અને ઉમરકેદની સજા સંભળાવવામાં આવી હતી.

Krishna Patel