આસારામની અધધધ 10,000 કરોડની સંપત્તિની દેખરેખ રાખે છે આ વ્યક્તિ, આસારામની જેમ જ પ્રવચન અને મોટી ભીડ પણ…
આસારામ બાપુની ઓળખ આજે દુનિયાભરમાં બની ગઈ છે. તે છેલ્લા 9 વર્ષથી જેલની અંદર બંધ છે, આ ઉપરાંત તેનો દીકરો નારાયણ સાઈ પણ જેલમાં બંધ છે. હાલમાં જ ગાંધીનગર કોર્ટે સુરતની યુવતી સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં આસારામને આજીવન કેદની સજા સંભળાવી છે. પરંતુ જેલમાં જતા પહેલા આસારામે કરોડોની સામ્રાજ્ય ઉભુ કરી દીધું હતું. ત્યારે હવે સવાલ એ છે કે આસારામની આ કરોડોની સંપત્તિ કોણ સાચવી રહ્યું છે ?
આસારામના દેશભરમાં 400થી વધુ આશ્રમો, 1500થી વધુ સેવા સમિતિઓ, 17,000થી વધુ બાલ સંસ્કાર કેન્દ્રો, 40થી વધુ ગુરુકુળ છે. જેલમાં સજા કાપી રહેલા આસારામનું ધાર્મિક સામ્રાજ્ય 10,000 કરોડ રૂપિયાથી વધુ છે. ટ્રસ્ટ આ બધાની દેખરેખ અને તેમની પ્રવૃત્તિઓ ચલાવવાનું કામ કરે છે. હવે આ ટ્રસ્ટના વડા કોણ છે ? આસારામ અને તેમના પુત્ર જેલમાં ગયા બાદ આ સામ્રાજ્ય કોણ ચલાવી રહ્યું છે.
જેલમાં બંધ આસારામ કે તેનો પુત્ર નારાયણ સાંઈ આ કામ નથી કરી રહ્યા. આ જવાબદારી હવે આસારામની દીકરી ભારતીશ્રી નિભાવી રહી છે. સંત શ્રી આસારામજી ટ્રસ્ટ એક સેવાભાવી સંસ્થા છે અને તેનું મુખ્ય મથક અમદાવાદમાં છે. ભારતી હવે આ ટ્રસ્ટના હેડક્વાર્ટરમાંથી રોજિંદી પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. જેઓ ભારતશ્રી સાથે રહે છે તેઓ કહે છે કે તે ઘણી મુસાફરી કરે છે એટલું જ નહીં, પરંતુ દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા આશ્રમોના રોજિંદા કામકાજ અને નાણાંને પણ નિયંત્રિત કરે છે.
જો કે, આસારામની જેમ તે અલગ-અલગ શહેરોમાં જઈને પ્રવચન જેવો કોઈ કાર્યક્રમ કરતી નથી. આશ્રમ સિવાય તે મીડિયામાં લો પ્રોફાઇલ રાખે છે. આસારામે પોતાનો પહેલો આશ્રમ અમદાવાદમાં સ્થાપ્યો હતો. ભારતીનો જન્મ 1975માં થયો હતો. વર્ષ 2013માં જ્યારે આસારામની ધરપકડ કરવામાં આવી ત્યારે ભારતી અને આસારામની પત્ની લક્ષ્મી દેવીની પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેમને છોડી દેવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા લગભગ 08 વર્ષોમાં ભારતીની પકડ ઘણી મજબૂત થઈ ગઈ છે. આસારામના આશ્રમની ઓફિશિયલ વેબસાઈટ પર છેલ્લા કેટલાક વર્ષોથી તેને ન્યાય અપાવવાનું અભિયાન સતત ચાલી રહ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેને કેવી રીતે ફસાવવામાં આવ્યો. ભારતીશ્રી સતત સક્રિય રહે છે. તે તમામ આશ્રમોની મુલાકાત લે છે. એક વર્ષની અંદર, તેણે સંત શ્રી આસારામજી ટ્રસ્ટના કામની દેખરેખ પણ શરૂ કરી દીધી છે, જે ખરેખર આસારામના ધાર્મિક સામ્રાજ્યને નિયંત્રિત કરે છે.
ભારતીશ્રી મોંઘી કાર વાપરે છે. અમદાવાદમાં બાબા આસારામના આશ્રમ પરિસરમાં પ્રવચન અને આરતીઓમાં હાજરી આપે છે. ભક્તોની ભીડ તેમને ઘેરી લે છે. 48 વર્ષીય ભારતી નાટકીય રીતે પ્રવચન આપે છે. નૃત્ય કરે છે, ગાય છે. તે તેના પિતાની જેમ ફૂલોથી શણગાર કરે છે. આશ્રમની આરતી સંબંધિત પ્રવૃત્તિઓ દરરોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવે છે.