NCBનો દાવો”આર્યન ખાને પેડલરને ફૂટબોલ લાવવા માટે કહ્યું હતું, જેનો અર્થ….” જાણીને તમારું માથું પણ ચકરાઈ ઉઠશે

બોલિવૂડના ડગના શોખીનો તો બહુ જ હોશિયાર નીકળ્યા, એવા એવા કોડવર્ડ વાપરતા હતા કે જાણીને ખળભળી ઉઠશો

શાહરુખ ખાનનો લાડલો દીકરી આર્યન ખાન હાલ મુંબઈના આર્થર રોડ જેલમાં 14 દિવસની ન્યાયિક હિરાસતમાં છે. આર્યન ખાનની મુંબઈ ગોવા ક્રુઝ ઉપર ચાલતી રેવ પાર્ટીમાં ડગ લેવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારના રોજ આર્યનની જામીન અરજી ઉપર મુંબઈની કિલા કોર્ટમાં સુનાવણી થઇ. આ દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે આર્યનની વૉટ્સએપ ચેટના હવાલાથી મોટા ખુલાસા કર્યા.

આ દરમિયાન અનિલ સિંહે કોર્ટને જણાવ્યું કે આર્યન અને ડગ સપ્લાય કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા અચિત્ત કુમારની એક ચેટ એનસીબીના હાથમાં આવી છે. જેમાં આયર્ન તેમની સાથે કોડવર્ડમાં વાત કરતો જોવા મળી રહ્યો છે. આર્યન તેમને “ફૂટબોલ” લાવવાની વાત કહી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે અચિત કુમાર એક ડગ પેડલર છે. આયર્ન ખાન અને અરબાઝ મર્ચન્ટની નિશાનદેહી ઉપર પવઈ વિસ્તારમાંથી એનસીબીએ તેની ધરપકડ કરી હતી. એનસીબી દ્વારા કોડવર્ડ “ફૂટબોલ” શબનો પણ કિલાં કોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો. આ ખુળસો ASG અનિલ સિંહ દ્વારા કરવામાં આવ્યો હતો.

તેમને કિલાં કોર્ટને જણાવ્યું હતું કે કોડવર્ડ “ફૂટબોલ” શબ્દનો અર્થ “મોટા જથ્થામાં ડગ” સાથે છે. આ સાથે જ તેમને કોર્ટમાં એમ પણ જણાવ્યું કે ખુલ્લી કોર્ટની અંદર તે આ કોડવર્ડ વિશે વધુ જણાવી શકે તેમ નથી. જો તમને યાદ હોય તો સુશાંતના નિધન બાદ ચાલેલા ડગ એન્ગલમાં બોલીવુડની વૉટ્સએપ ચેટ સામે આવી હતી, જેમાં પણ ઘણા કોડવર્ડ વાપરવામાં આવ્યા હતા.

Niraj Patel