જમાનત મળ્યા બાદ કેવું હતુ આર્યન ખાનનું રિએક્શન? જેલ કર્મચારી અને કેદીઓ સાથે શું કરી વાતચીત- જાણો

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન, તેના મિત્ર અરબાઝ મર્ચેંટ અને મોડલ મુનમુન ધામેચાને ડગ કેસમાં બોમ્બે હાઇકોર્ટે જમાનત આપી દીધી છે. આર્યન આ સમયે મુંબઇની આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યન, અરબાઝ અને મુનમુનને બે ઓક્ટોબરના રોજ NCBએ હિરાસતમાં લીધા હતા. જાણો જેલમાં બંધ આર્યન ખાનને જયારે જમાનતની જાણકારી મળે ત્યારે તેનું પહેલુ રિએક્શન કેવું હતુ.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, જેલમાં બંધ આર્યન ખાનને સાંજે 6 વાગ્યે ખાવાના સમયે જમાનતની જાણકારી આપવામાં આવી હતી. આ સમાચાર સાંભળતા જ આર્યન ખીલી ઉઠ્યો હતો. તેણે સ્માઇલ સાથે જેલના કર્મચારીને થેંક્યુ પણ કહ્યુ હતુ. જો કે, એ જાણકારી સામે આવી નથી કે આર્યન ખાને રાતનું ખાવાનું ખાધુ હતુ કે નહિ.

આર્યન ખાન આર્થર રોડ જેલમાં લગભગ 20 દિવસથી વધુ રહ્યા છે. આર્યન ખાનની બેરકના કેટલાક કેદીઓ સાથે ઓળખ થઇ ગઇ હતી. આર્યન ખાને આ કેદીઓના પરિવારવાળાને આર્થિક મદદનું વચન પણ આપ્યુ છે. સાથે જ કેદીઓ પર જે કેસ ચાલી રહ્યો છે તેમાં પણ મદદ કરવાનું વચન આપ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્ત્વમાં એક ટીમે બે ઓક્ટોબરના રોજ મુંબઇથી ગોવા જઇ રહેલ ક્રૂઝ પર છાપેમારી કરી હતી અને ડગ જપ્ત કર્યુ હતુ. આ આરોપમાં આર્યન ખાન, અરબાઝ મર્ચેંટ અને મુનમુન ધામેચાને હિરાસતમાં લેવામાં આવ્યા હતા અને તે બાદ 3 ઓક્ટોબરના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

Shah Jina