પાલનપુરના આર્યન મોદીની હત્યા કેસમાં પરિવારની ન્યાય માટે અપીલ, હજારોની સંખ્યામાં લોકો ઉતર્યા રસ્તા પર.. PI સસ્પેન્ડ

હાથમાં દીકરાની તસવીર લઈને ભીની આંખોએ ન્યાયની માંગણી કરી રહી છે આર્યનની માતા, તસવીરો તમારી આંખો પણ ભીની કરી દેશે…જુઓ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં પૈસાની લેતી દેતીમાં તો કેટલીક હત્યાઓ પ્રેમ પ્રસંગોમાં થતી હોવા મળે છે. ત્યારે ત્રણ દિવસ પહેલા જ પાલનપુરના એક આશાસ્પદ યુવક આર્યન મોદીની પણ હત્યા કરવામાં આવી હતી. આ મામલો અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે.

આ બાબતે પ્રાપ્ત મહાહિતી અનુસાર પાલનપુરની એક કોલેજમાં અભ્યાસ કરી રહેલા આર્યન મોદી નામના વિદ્યાર્થીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેના બાદ તેને અજ્ઞાત સ્થળે લઈ જઈને ઢોર માર મારવામાં આવ્યો હતો અને પછી તેને છોડી મુકવામાં આવ્યો હતો. પરિવારને તેની જાણ થતા જ તેને તાત્કાલિક હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યો. પરંતુ સારવાર દરમિયાન જ આર્યને દમ તોડી દીધો.

આર્યનના લેવામાં આવેલા ડીડી (ડાઈંગ ડેક્લેરેશન) આરોપીઓએ આર્યનને દવા પણ પીવડાવી હતી. આ ઘટનાને લઈએં સમગ્ર પંથકમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી. આર્યનના પરિવારજનો દ્વારા પણ આરોપીઓ પકડાય ના ત્યાં સુધી આર્યનના મૃતદેહને સ્વીકારવાની ના પાડવામાં આવી હતી. જો કે જિલ્લા પોલીસવડા દ્વારા ખાતરી આપ્યા બાદ તેમને મૃતદેહ સ્વીકાર્યો હતો.

બનાવના 2-3 દિવસ વીત્યા હોવા છતાં પણ પોલીસ દ્વારા યોગ્ય કામગીરી ના કરવામાં આવતા ગત રોજ પાલનપુરના ગુરુનાનક ચોકમાં હાજરો લોકો એકત્ર પણ થયા અને રામધૂન બોલાવીને કેન્ડલ માર્ચનું પણ આયોજન કર્યું હતું સાથે જ આરોપીઓને ઝડપી પાડવા તેમજ આર્યનને ન્યાય મળે તેવી ઉગ્ર માંગ પણ કરી હતી.

આ મામલે પાલનપુર પૂર્વ પોલીસના PI જે.પી.ગોસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસે આદર્શ હાઈસ્કૂલ કેમ્પસ પાસેના CCTV ફૂટેજ અને કૉલ ડીટેઈલના આધારે LCB, SOG સહિતની ટીમો તપાસ કરી રહી છે. પોલીસે ગત રોજ આર્યનની હત્યામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારની અટકાયત કરી. આ ઉપરાંત ગુન્હામાં વપરાયેલી આઇ ટવેન્ટી કાર (જીજે. 05. સી.આર. 0166) પણ પોલીસે કબ્જે લીધી હતી.

આર્યનની માતા પાપડ અને વેફર બનાવીને ગુજરાન ચલાવે છે જયારે તેના પિતા એક ફરસાણની દુકાન ચલાવે છે. આ બંનેએ ખુબ જ મહેનત કરી અને દીકરો ઉછેર્યો અને સારું ભણાવી રહ્યા હતા ત્યારે  જ તેની આ રીતે હત્યા કરી દેવામાં આવી અને તેનો વસ્ત્રહીન વીડિયો પણ બનાવી લેવામાં આવ્યો હતો. આર્યનની માતા તેની તસવીર હાથમાં લઈને દીકરા માટે ન્યાય માંગી રહી છે.

Niraj Patel