પિતાએ છાપા વેચીને ભણાવ્યો, ઝૂંપડપટ્ટીમાં રહેતો આ છોકરો બની ગયો વૈજ્ઞાનિક, 14 વર્ષની ઉંમરમાં જ કરી હતી આ મોટી શોધ

કહેવાય છે કે જ્યાં ચાહ હોય ત્યાં રાહ આપો આપ બની જતી હોય છે. ઘણા લોકો પાસે ઘણું બધું હોવા છતાં પણ તે મોટી ઉપલબ્ધી નથી મળેવી શકતા, જયારે ઘણા લોકો જીવવના અભાવમાં પણ સફળતાનાં શિખરે પહોંચી જાય છે.

આવી જ એક કહાની છે એક યુવકની જે ક્યારેય ઝૂંપટપટ્ટીમાં રહેતો હતો. તેના ઘરની હાલત એટલી ખરાબ હતી કે તેના પિતા છાપા વેંચતા હતા, મજૂરી કરતા હતા. જેનાથી તેમનું ઘર ચાલતું હતું.  તે યુવક પણ પોતે સાયબર કેફેમાં બેસીને ભણતો હતો. પરંતુ આજે તે વૈજ્ઞાનિક બની ગયો છે. આ માટે તેને ઘણી મહેનત કરી અને મહેનતથી જ આ બાજી પણ જીતી ગયો.

આ  યુવકનું નામ છે આયર્ન મિશ્રા. તે આગળ જતા એસ્ટ્રોનોમી લેક્ચરર બન્યો. આજે તે ભારત સરકાર સાથે એક વૈજ્ઞાનિકના રૂપમાં સલાહકારના રૂપમાં કામ કરી રહ્યો છે.

આર્યન મિશ્રા દિલ્હીની ઝૂંપટપટ્ટીમાં રહેતો હતો. તેના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. તેના પિતા મહેનત મજૂરી કરી અને છાપા વેચીને પણ તેને ભણાવવામાં કોઈ કસર બાકી રાખવા નહોતા માંગતા. આર્યને પણ પિતાનો પૂરતો સાથે આપ્યો. તેને પણ ભણવામાં કોઈ કસર બાકી ના મૂકી.

અભ્યાસ દરમિયાન જ આર્યને 14 વર્ષની ઉંમરમાં જ એક એસ્ટરોઇડની શોધ કરી નાખી હતી. આ એસ્ટરોઇડ તેને All India Asteroid Search Campaign અંતર્ગત શોધ્યું હતું. જયારે તે 11 વર્ષનો હતો ત્યારે તેને ટેલિસ્કોપની મદદથી શનિ ગ્રહને જોયો હતો. ત્યારથી જ તે અંતરિક્ષની દુનિયા તરફ આકર્ષિત થયો. ત્યારથી જ તેને નક્કી કરી લીધું હતું કે તે આગળ જઈને એસ્ટ્રોનોટ બનશે.

આર્યન પોતાના અભ્યાસના કારણે અમેરિકામાં એસ્ટ્રોનોટ બનવાના કોર્ષમાં પણ સિલેક્ટ થઇ ગયો. પરંતુ તેના પરિવારની આર્થિક સમસ્યાના કારણે તેનું આ સપનું પૂરું ના થઇ શક્યું.

પોતાનું સપનું ના પૂરું થવા છતાં પણ આર્યન નિરાશ ના થયો અને હાર ના માની. તેને દેશમાં જ રહીને કંઈક કરવાનું નક્કી કરી લીધું. પહેલા તેને બી.એસ.સી કર્યું અને ત્યારબાદ ફિજિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું.

આર્યને અભ્યાસની સાથે સાથે એક સ્ટાર્ટઅપ પણ શરૂ કર્યું. જેનું નામ સ્પાર્ક એસ્ટ્રોનોમી છે. તે ઘણી સ્કૂલોમાં એસ્ટ્રોનોમી ઉપર લેક્ચર આપે છે. બાળકોને અંતરિક્ષની દુનિયાને જાણવા સમજવાના મશીન ઉપલબ્ધ કરાવે છે.

આર્યન એક એસ્ટ્રોનોમી લેક્ચરર પણ છે. તેને વિદેશમાં પણ સ્પીચ આપવા માટે આમંત્રણ આપવામાં આવે છે. ઘણી સ્કૂલો અને યુનિવર્સીટીઓમાં તે લેક્ચર આપી ચુક્યો છે. એરોસ્પેસમાં પણ તેનું જ્ઞાન ખુબ જ ગહન છે. તે એરક્રાફ્ટને ડિઝાઇન કરવામાં ભારત સરકારની મદદ કરી ચુક્યા છે. હાલમાં પણ તે ભારત સરકાર માટે વૈજ્ઞાનિક સલાહકાર તરીકે કામ કરી રહ્યો છે. આર્યન જેવા લોકોની કહાની જણાવે છે કે સંઘર્ષ અને કઠોર મહેનત દ્વારા તમે તમારું લક્ષ્ય પૂર્ણ કરી શકો છો.

Niraj Patel