મનોરંજન

શાહરૂખ ખાનના ડ્રાઇવરની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, આર્યન ખાનની જમાનતનો વિરોધ કરશે NCB

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન સાથે જોડાયેલ મુંબઇ ગોવા ક્રૂઝ ડગ અને રેવ પાર્ટી મામલે મહત્વની જાણકારી સામે આવી છે. શનિવારના રોજ NCBએ શાહરૂખ ખાનના ડ્રાઇવર સાથે ઘણ કલાકો સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન મીડિયા રીપોર્ટ્સ અનુસાર, આર્યન ખાન અને અરબાઝ મર્ચેંટને એક સાથે ક્રૂઝ ટર્મિનસ સુધી પહોંચાડવાની વાત ડ્રાઇવરે કબૂલી હતી. NCBએ શાહરૂખ ખાનના ડ્રાઇવરને સમન મોકલ્યુ હતુ. તે બાદ ડ્રાઇવરને બોલાવી ડગ મામલે લગભગ 12 કલાક સુધી પૂછપરછ કરી હતી.

NCBએ આર્યન ખાન અને તેના મિત્રોની ગતિવિધિઓ વિશે ડ્રાઇવર સાથે પૂછપરછ કરી હતી. ડ્રાઇવરે કબૂલ કર્યુ કે, તેણે આર્યન ખાન અને અરબાઝને ક્રૂઝ ટર્મિનસ છોડ્યા હતા. NCBએ ડ્રાઇવરનું સ્ટેટમેંટ રેકોર્ડ કર્યુ છે. તે બંને એક સાથે મર્સિડિઝ ગાડીમાં નીકળ્યા હતા. NCB અનુસાર, આર્યન, અરબાઝ અને પ્રતીક ગાબા સાથે વધુ એક વ્યક્તિ હતો,જે લોકો એકસાથે ક્રૂઝ પાર્ટી માટે નીકળ્યા હતા.

ક્રૂઝ પાર્ટીથી કેટલાક દિવસ પહેલા ડગને લઇને વાત થઇ હતી. જેની NCBને સાબિતી મળી છે. આ એક સાજિશ હતી અને આ જાણકારી બાદ NCBએ NDPSના સેક્શન-29ને FIRમાં એડ કરી હતી. NCBએ આ વાતને સાબિત કરવા માટે ડ્રાઇવરનું નિવેદન દાખલ કર્યુ હતુ. મીડિયા રીપોર્ટ અનુસાાર NCB શાહરૂખ ખાનના ડ્રાઇવરનો જવાબ કોર્ટમાં રાખશે અને એટલું જ નહિ આર્યન ખાનની જમાનતી ઘણા સબૂતો આધારે વિરોધ કરશે.

ઉલ્લેખનીય છે કે, આર્યન અને અરબાઝે NCBની પૂછપરછમાં ચરસ લેવાની વાત કબૂલી હતી. અરબાઝના બૂટમાંથી 6 ગ્રામ જેટલું ડગનું પાઉચ પણ મળી આવ્યુ હતુ. મીડિયા રીપોર્ટ અનુસાર એક આરોપીના મોબાઇલમાંથી કોડ ફોર્મેટમાં નંબર લખવામાં આવ્યા છે અને આ હોલિવુડ સ્ટાર્સના છે. કેટલાક બોલિવૂડ સ્ટાર્સ અને પરિવારને પણ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતો હોવાની વાત તપાસ દરમિયાન સામે આવી છે.