મનોરંજન

BREAKING : આર્યન આજે ઘરે જશે? હાઇકોર્ટની સુનાવણીમાં કોર્ટરૂમમાં થયો મોટો ડ્રામા, આ કારણે જજ ભડક્યા અને ઉઠાવ્યું મોટું પગલું

બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની આજે હાઇકોર્ટમાં જામીન અરજી બાબતે સુનાવણી છે. આર્યન ખાનને મંગળવારે એટલે કે આજે જમાનત અપાવવા માટે દેશના પૂર્વ અટોર્ની જનરલ મુકુલ રોહતગી હાઇકોર્ટ પહોંચ્યા હતા. બોમ્બે હાઈકોર્ટમાં જામીન પરની સુનાવણી હજુ શરૂ થઈ નથી. NCBએ આર્યન ખાનની જામીન અરજીનો વિરોધ કરીને પોતાનો જવાબ રજૂ કર્યો છે.

SRK એ પૂતના પુત્ર આર્યનને જેલમાંથી બહાર લાવવા માટે હવે ત્રીજા વકીલને રોક્યા છે. અત્યાર સુધી ભારતના બે દિગ્ગજ વકીલ સતીશ માનશિંદે તથા અમિત દેસાઈ હતા. આ બંને વકીલ SRK ના દીકરાને જામીન અપાવી શક્યા નહીં. બોમ્બે હાઇકોર્ટમાં 66 વર્ષીય પૂર્વ ઍટર્ની જનરલ મુકુલ રોહતગી આર્યન તરફથી દલીલ કરી હતી.

જસ્ટિસ નિતિન સાંબ્રેની કોર્ટમાં સતીશ માનશિંદ, મુકુલ રોહતગી તથા અમિત દેસાઈ હાજર રહ્યા હતા.. SRK ને છેલ્લી ઘડીએ મુકુલ રોહતગી પર વિશ્વાસ કેમ કર્યો? કોણ છે મુકુલ રોહતગી? મુકુલ રોહતગીએ લોયરનું મુંબઈની ગવર્મેન્ટ લૉ કોલેજમાંથી ભણેલા છે. તેઓ કોલેજમાંથી પાસઆઉટ થયા બાદ તેમણે જાણીતા વકીલ યોગેશ કુમાર સભ્રવાલના જુનિયર બનીને પ્રેક્ટિસ શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2005-2007 સુધી યોગેશ કુમાર સભ્રવાલ દેશના 36મા ચીફ જસ્ટિસ બન્યા હતા. મુકુલ રોહતગીએ જસ્ટિસ યોગેશ કુમાર સાથે હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. 1993માં દિલ્હી હાઇકોર્ટે તેમને સીનિયર કાઉન્સિલનો દરજ્જો આપ્યો હતો. ત્યારબાદ 1999માં તેમને એડિશનલ સોલિસિટર બનાવવામાં આવ્યા હતા.

મુકુલ રોહતગીની ફી અંગે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તે પોતાની એક સુનાવણી માટે 10 લાખ રૂપિયા ફી લે છે. જોકે, 2018માં એક RTI (રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ 2005) હેઠળના એક જવાબમાં મહારાષ્ટ્ર સરકારે કહ્યું હતું કે તેમણે સીનિયર કાઉન્સલ મુકુલ રોહતગીને રાજ્ય સરકાર તરફથી જજ બી એચ લોયા કેસ માટે ફી તરીકે 1.21 કરોડ રૂપિયા આપ્યા હતા. રોહતગીએ ત્યારે મહારાષ્ટ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં કેસ લડ્યો હતો.

આર્યનની ગિરફ્તારી સમયે તેની પાસેથી કંઈ પણ મળ્યું ન હતું. તેમ છતાં 23 દિવસથી તેની સાથે દોષીઓ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. આર્યન પાસે નહીં પણ તેના મિત્ર અરબાઝ મર્ચન્ટના જૂતામાંથી 6 ગ્રામ ડ્રગ્સ મળ્યું હતું. આર્યનનો કોઈ ટેસ્ટ પણ થયો નથી. તો તેને એરેસ્ટ કરવાનો કોઈ મતલબ પણ નથી. એનસીબી જે ચેટની વાત કરી રહી છે તે 2018-19ની છે અને તેનો ડ્રગ્સ પાર્ટી સાથે કોઈ સંબંધ નથી. તે ચેટ ત્યારે લીક થઈ હતી જ્યારે આર્યન વિદેશમાં હતા.

લોયર મુકુલ રોહતગીએ કોર્ટમાં કહ્યું હતું કે આ આખા NCB કેસ બીજી ક્ટોબરથી શરૂ થયો હતો. આર્યન ક્રૂઝ પાર્ટીનો કસ્ટમર ન હતો. આર્યન તો ફાટક સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવ્યો હતો. તેમાં પ્રતીક ગાબા નામની વ્યક્તિએ બોલાવ્યો હતો. પ્રતીક ઇવેન્ટ મેનેજર હોવાનું કહે છે. વધુમાં તેમને કહ્યું કે, આર્યન તથા અરબાઝ 2 ઓક્ટોબરે બપોરે ક્રૂઝ ટર્મિનલ પર ગયા હતા. NCBના કેટલાંક લોકો પહેલેથી જ ટર્મિનલ પર હાજર હતા. તેમની પાસે ઈન્ફર્મેશન હતી. તેમના ક્લાયન્ટ આર્યન તથા અરબાઝને ક્રૂઝ પર આવે તે પહેલાં જ પકડી લેવામાં આવ્યા હતા. તેમના ક્લાયન્ટ પાસેથી કંઈ જ મળ્યું નથી. ડગ લીધું હોવાની વાત પણ સાબિત થઈ નથી. હજી સુધી તેનો કોઈ મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો નથી.​

એનસીબીએ તેના જવાબમાં રિયા ચક્રવર્તી કેસનો ઉલ્લેખ કર્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે NDPS એક્ટની જે કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે તે બિનજામીનપાત્ર છે. એનસીબીએ તેના જવાબમાં એમ પણ લખ્યું છે કે કેટલાક લોકો કેસના સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોર્ટમાં સુનાવણી શરૂ થતા પહેલા જસ્ટિસ નિતિન સામ્બ્રેની અદાલત બહાર ઘણી ભીડ એકઠી થઇ ગઇ. જસ્ટિસ સામ્બ્રેએ પોલિસને આદેશ કર્યો કે તેઓ કોર્ટથી ભીડને હટાવે.

NCBએ કહ્યું છે કે, ‘આર્યન ખાન આંતરરાષ્ટ્રીય કડીઓ ધરાવે છે. તે તપાસને પ્રભાવિત કરી શકે છે. સાક્ષી પ્રભાકર સાઈલની એફિડેવિટને જે રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે તેનું આ ઉદાહરણ છે.આર્યન ખાનની જામીન અરજીનો વિરોધ કરતાં NCBએ તેના જવાબમાં શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીનું નામ પણ લીધું છે. NCBએ કહ્યું છે કે સાક્ષીના એફિડેવિટમાં પૂજા દદલાનીનું નામ છે. સ્પષ્ટપણે તે તપાસને વાળવા માટે સાક્ષીઓને પ્રભાવિત કરી રહી હતી.