શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન આ સમયે તેમના જીવનના મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યા છે. તેની 3 ઓક્ટોબરના રોજા NCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. NCBએ 2 ઓક્ટોબરના રોજ મુંબઇ-ગોવા ક્રૂઝ પર એક ડગ કેસમાં છાપેમારી કરી હતી અને ત્યાંથી જ તેઓએ આર્યન ખાનને ઝડપી પાડ્યો હતો. જો કે, હાલ તો આ કેસ મામલે તપાસ ચાલી રહી છે. આર્યન ખાન સહિત અન્ય આરોપીઓ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
આર્યન ખાનને આ મામલે હજી સુધી જમાનત મળી નથી. ગુરુવારના રોજ કોર્ટમાં થયેલ સુનાવણી બાદ આર્યન ખાનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. NCBએ આર્યન ખાનની કસ્ટડીની માંગ કરી હતી, પરંતુ કોર્ટે NCBને કસ્ટડી આપી ન હતી. ત્યારે હવે આ બધા વચ્ચે આર્યન ખાનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં આર્યન ખાનના હાથ પર કાળા મોતીની માળા જોવા મળી રહી છે.
આર્યન ખાનના હાથમાં પહેલી જ વાર આવી રીતની કોઇ માળા જોવા મળી રહી છે. આ પહેલાં NCBની કસ્ટડીમાં તેના હાથમાં કોઈ કાળા મોતીની માળા જોવા મળી ન હતી.. આથી જ માનવામાં આવે છે કે તેણે કોઇની સલાહ પર આ માળા હાથમાં પહેરી છે.
કાળા મોતીના મહત્વને લઇને એવી માન્યતા છે કે આ કોઇ પણ ભાવનાઓને સ્થિર કરે છે. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે કાળા મોતીઓને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આશા પર ટકેલી રહેવા અને દુખી સમયમાં સકારાત્મક રહેવાની ક્ષમતાનું પ્રતીક માનવામાં આવે છે. કદાચ એટલે જ ડગ કેસમાં કોર્ટ ટ્રાયલ પહેલા આર્યન ખાન કાળા મોતીની માળા પહેરેલા જોવા મળ્યા.
View this post on Instagram
આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે, આર્યન ખાન ગાડીમાં કોર્ટ તરફ જઇ રહ્યો છે અને ત્યારે જ તેણે હાથમાં પહેરેલ કાળા મોતીની માળા પર બધાનું ધ્યાન જાય છે.