ખબર મનોરંજન

ડ્રગ્સ કેસમાં ફસાયેલ આર્યન ખાનને ક્લીનચીટ મળતા જ ક્લબમાં કરી પાર્ટી, ડ્રિંક કરતા વીડિયો થયો વાયરલ

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો લાડલો દીકરો આર્યન ખાન છેલ્લા વર્ષે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાયા બાદથી સતત ચર્ચામાં છે. મહિનાઓની કાનૂની લડાઈ બાદ એનસીબીએ આર્યન ખાનને ક્લીનચીટ આપી દીધી છે.આ સાથે સ્પેશિયલ કોર્ટે તેનો પાસપોર્ટ પરત કરવાનો આદેશ પણ જારી કર્યો છે. હવે ક્લિનચીટ મળ્યા બાદ આર્યન ખાન ક્લબમાં પાર્ટી કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આર્યન ખાનનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ઘણો જ શેર કરવામાં આવી રહ્યો છે. આર્યન એક બારમાં જોવા મળે છે.

ક્લબમાં જોરથી વાગતુ મ્યુઝિક પણ સાંભળી શકાય છે. વાયરલ વીડિયોમાં આર્યન ખાન બ્લેક ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. તેણે ચહેરા પર માસ્ક પહેર્યુ છે. જો કે, તે માસ્ક નીચે ઉતારી કંઇક ડ્રિંક કરતો જોવા મળી રહ્યો છે. ડ્રિંક કર્યા બાદ તે ફરીથી માસ્ક પહેરી લે છે. આર્યન ખાનનો આ વીડિયો સોમવાર રાતનો હોલાનું કહેવામાં આવી રહ્યુ છે. આર્યન ખાન ક્લબમાં ચિલ કરતો જોવા મળે છે. આર્યનને એન્જોય કરતા જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ છે. આ વીડિયો સામે આવ્યા બાદ આર્યન ખાન ફરી ચર્ચામાં આવ્યો છે. આ સાથે જ લોકો વીડિયો પર અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે આર્યન ખાનની NCBએ ગયા વર્ષે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. તે ઘણા દિવસો સુધી જેલમાં પણ રહ્યો હતો. જો કે, બાદમાં ઘણા મહીનાઓ બાદ તેને થોડા સમય પહેલા જ NCB કોર્ટમાંથી ક્લીનચીટ મળી છે. NCBએ પુરાવાના અભાવે આર્યન ખાન સહિત 5 લોકોને છોડી દીધા. એટલું જ નહીં વિશેષ અદાલતે આર્યન ખાનનો પાસપોર્ટ પરત કરવાનો આદેશ પણ જારી કર્યો છે. આર્યન ખાનની વાત કરીએ તો તે બીટાઉનનો શાનદાર સ્ટાર કિડ છે. આર્યનની એક ઝલક મેળવવા ચાહકો આતુર રહે છે. ડ્રગ્સના કેસમાં ફસાયા બાદ તેને ચાહકોનો ભરપૂર સમર્થન અને પ્રેમ મળ્યો છે.

શાહરૂખ ખાને પણ પોતાના પુત્રને જેલમાંથી બહાર કાઢવામાં કોઈ કસર છોડી નહોતી. સૌથી સારી વાત એ છે કે તેને ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ મળી ગઈ છે અને તેનો પાસપોર્ટ પણ પરત કરી દેવામાં આવ્યો છે. એટલે કે હવે આર્યન વિદેશ પણ જઈ શકશે. શાહરૂખનો દીકરો આર્યન ખાન હેડલાઇન્સમાં રહે છે, જોકે તે આ બધી બાબતોને ખૂબ જ ટાળે છે. કદાચ એટલે જ તેણે અભિનયને બદલે લેખન અને દિગ્દર્શનમાં પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું છે. એક રીપોર્ટ અનુસાર, આર્યન ખાન રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત વેબ સિરીઝનો ભાગ હશે.