મનોરંજન

અબ્બુજાન શાહરૂખ ખાનને મળવા માટે દીકરા આર્યનને આવું આવું કરવું પડે છે, NCB સામે આર્યન ખાને કર્યો ખુલાસો

બોલિવુડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન ડગ કેસમાં જેલમાં છે કોર્ટે 7 તારીખ સુધી તેને NCB કસ્ટડીમાં મોકલી દીધો છે. શાહરૂખ ખાન અને તેના પરિવાર માટે આ ખૂબ જ કઠિન સમય છે. શાહરૂખ ખાન દસકાથી ચાહકોને એન્ટરટેઇન કરી રહ્યા છે. શાહરૂખ ખાન કામમાં ઘણા વ્યસ્ત રહેતા હોય છે. અભિનય, પ્રોડક્શન ઉપરાંત પણ તે ઘણા કામોમાં વ્યસ્ત છે. આ દિવસોમાં તેઓ એકસાથે ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. જેને કારણે તેમનું શિડ્યુલ ટાઇટ હોય છે. એવામાં તેમના બાળકોને પણ મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે.

આ વાતનો ખુલાસો શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાને કર્યો છે. આર્યન ખાને NCB પૂછપરછમાં તેના પિતાના વ્યસ્ત શિડ્યુલની જાણકારી આપી. આજતકના સૂત્રો અનુસાર, આર્યન ખાને NCB પૂછપરછમાં જણાવ્યુ કે, પપ્પા અત્યારે એકસાથે ત્રણ ત્રણ ફિલ્મોનું શુટિંગ કરી રહ્યા છે. તે તેમની અપકમિંગ ફિલ્મ “પઠાન”ને લઇને ઘણી મહેનત કરી રહ્યા છે.

પઠાનમાં તેમના રોલ માટે કેટલાક કલાકો સુધી મેકઅપ કરાવવો પડે છે. આર્યન ખાને કહ્યુ કે, મારા પિતા એટલા વ્યસ્ત રહે છે કે ઘણીવાર તો મારે પપ્પાની મેનેજર પૂજા સાથે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. ત્યારે જઇને હું પપ્પાને મળી શકુ છુ. ડગ કેસમાં આર્યન ખાનની NCBએ ધરપકડ કરી છે. મુંબઇથી ગોવા જઇ રહેલ ક્રૂઝમાં NCBને ભારે માત્રામાં ડગ મળ્યુ છે. NCBએ ડગ કેસમાં આર્યન ખાન, અરબાઝ મર્ચેંટ અને મુનમુન ધામેચા સહિત 11 લોકોની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે. સોમવારે એટલે કે 4 ઓક્ટોબરના રોજ NCBએ કિલા કોર્ટમાં આર્યન ખાનને હાજર કર્યો હતો. આર્યન હજી પણ NCB કસ્ટડીમાં છે. તે પૂછપરછમાં સહયોગ પણ કરી રહ્યો છે. આ દરમિયાન તે ઘણો પરેશાન પણ જોવા મળ્યો હતો. NCB પૂછપરછમાં આર્યન ખાને સ્વીકાર્યુ હતુ કે તે છેલ્લા 4 વર્ષથી ડગનું સેવન કરે છે. મીડિયા રીપોર્ટ અનુસાર, શાહરૂખ ખાનની ટીમ દ્વારા બોલિવુડ સેલેબ્સને વિનંતી કરવામાં આવી છે કે તેઓ મન્નત પરિવારને મળવા માટે ન આવે કારણ કે અહીં મોટી સંખ્યામાં ફોટોગ્રાફર્સ અને મીડિયા પર્સન છે માટે સેલેબ્સની સુરક્ષા અંગે ચિંતા થઇ શકે છે.

દિવ્ય ભાસ્કરની રીપોર્ટ અનુસાર, એક પેડલર અને શ્રેયસ નાયર નામના વ્યક્તિની એજન્સીએ ધરપકડ કરી છે, તે બંને પર પાર્ટીમાં ડગ આપવાનો આરોપ છે. શ્રેયસ અને અરબાઝ બંને ખાસ મિત્રો હોવાની પણ ચર્ચા છે. અનેક જગ્યાએ NCBની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવી શકે છે. મુંબઇ NCB સાથે હવે દિલ્હી, મધ્યપ્રદેશ અને ગુજરાતની NCB ટીમ પણ તપાસમાં જોડાઇ છે, તો બીજીબાજુ જોઇએ તો મુંબઇ પોલિસે પણ આ કેસમાં તપાસ શરૂ કરી છે.

આર્યન ખાનની કસ્ટડી વધતા તેની મુશ્કેલીમાં વધારો થઇ ગયો છે. આર્યન ખાનની ધરપકડ થયેલ લોકો સામે બેસાડીને પણ પૂછપરછ કરવામાં આવી હતી. આર્યન ખાનને બલાર્ડ એસ્ટેટમાં NCBની ઓફિસ આવેલી છે ત્યાં બીજા માળે રાખવામાં આવ્યો છે. કસ્ડીમાં જે હોય તેના ઘરેથી જો જમવાનું મંગાવવુ હોય તો તેના માટે કોર્ટની પરમિશનની જરૂર પડે છે. આર્યન ખાન સહિતના આરોપીઓ માટે NCB બિલ્ડિંગના રોડ પર આવેલી રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવ્યુ હતુ, તેમજ તેઓના કપડા પણ ઘરેથી આવ્યા હતા.  NCB ઓફિસમાં કેન્ટિન નથી જ અને એ માટે તેઓએ રેસ્ટોરન્ટનો સંપર્ક કરી બિરયાની, પૂરી-ભાજી અને દાળ ભાત તેમજ પરોઠા મંગાવ્યા હતા.