મનોરંજન

ડ્રગ કેસમાં ક્લીન ચીટ મળ્યા બાદ આર્યન ખાનનું સોશિયલ મીડિયા પર કમબેક, શેર કરી એવી તસવીર કે ફટાક દઇને અબ્બા શાહરૂખે કરી દીધી કોમેન્ટ

ઇન્સ્ટાગ્રામ પર આર્યન ખાનનું કમબેક, સુહાના-અબરામ સાથે શેર કરી હેપ્પી ફોટો, શાહરૂખ ખાને કરી મજેદાર કોમેન્ટ

શાહરૂખ ખાનનો મોટો દીકરો આર્યન ખાન છેલ્લા વર્ષે ઘણો ચર્ચામાં હતો. ગયા વર્ષે આર્યન ખાનની ડ્રગ્સ ક્રૂઝ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તે લાંબા સમય સુધી જેલમાં હતો. જો કે શાહરુખ ખાને તેના પુત્રને આ મુશ્કેલીમાંથી બહાર કાઢ્યો હતો, પરંતુ આર્યને પોકાને પત્રકારોથી અને સોશિયલ મીડિયાથી દૂર કરી લીધો હતો. પરંતુ હવે આર્યન ખાને સોશિયલ મીડિયા પર કમબેક કર્યુ છે. આર્યને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે સુંદર તસવીરો શેર કરી છે,

જેમાં તે તેની બહેન સુહાના ખાન અને નાના ભાઈ અબરામ ખાન સાથે જોવા મળી રહ્યો છે. પ્રથમ તસવીરમાં ત્રણેય ભાઈ-બહેન કેમેરા સામે સ્મિત સાથે પોઝ આપી રહ્યાં છે. આ દરમિયાન આર્યન અબરામને એક હાથે પકડી રહ્યો છે. ત્યાં આર્યન અને અબરામ બીજા ફોટામાં એકસાથે જોવા મળી રહ્યા છે. આ તસવીર સાથે આર્યન ખાને કેપ્શનમાં લખ્યું, ‘હેટ-ટ્રિક.’ આર્યન ખાનની આ પોસ્ટ પર તેના પિતા અને અભિનેતા શાહરૂખ ખાને મજેદાર કોમેન્ટ કરી છે. તેણે લખ્યું, ‘મારી પાસે આ તસવીરો કેમ નથી ! મને અત્યારે જ આપ !’

ત્યાં આ પોસ્ટ પર બહેન સુહાના ખાને કમેન્ટ કરી લખ્યું, ‘લવ યુ.’ આ સિવાય મહિપ કપૂરે આ તસવીર પર ઘણા બધા હાર્ટ ઇમોજીસ શેર કર્યા છે. આ તસવીરમાં ત્રણેય ભાઇ-બહેનનું સારુ બોન્ડિંગ જોવા મળી રહ્યુ છે. આ ઉપરાંત સુહાના ખાને પણ એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે તેના બંને ભાઇઓ સાથે જોવા મળી રહી છે. લુકની વાત કરીએ તો, આર્યને ગ્રે કલરનું જેકેટ પહેર્યું છે,

જ્યારે સુહાના ડેનિમ ટ્યુબ ટોપ સાથે મિની સ્કર્ટમાં જોવા મળી રહી છે. જ્યારે અબરામ બ્લેક પુલઓવર સાથે ડેનિમ જીન્સ પહેરેલો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે આર્યન ખાન ગયા વર્ષે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાઈ ગયો હતો. આ કારણે તેને 2 ઓક્ટોબર 2021ના રોજ પોલીસ કસ્ટડીમાં પણ લેવામાં આવ્યો હતો અને તેને 28 દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા.

મહિનાઓની કાનૂની લડાઈ બાદ એનસીબીએ થોડા સમય પહેલા આર્યનને ક્લીનચીટ આપી હતી. પુરાવાના અભાવે આર્યનને આ કેસમાં રાહત મળી છે. આ પછી આર્યન ખાને સ્પેશિયલ કોર્ટમાં પોતાનો પાસપોર્ટ પરત કરવાની માંગ કરી હતી અને તેને પાસપોર્ટ પણ મળી ગયો છે.