બોલીવુડના ખ્યાતનામ અભિનેતા શાહરુખ ખાનના દીકરાની ગઈકાલે 3 ઓક્ટોબરના રોજ ક્રુઝની અંદર રેવ પાર્ટીમાં રેડ પાડતા ડગ લેવાના આરોપ સર પુછપરછ બાદ એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેના બાદ આજે કોર્ટમાં તેના વકીલ માનશિંદેએ આર્યન ખાનના જામીન માટેની અરજી કરી હતી. જેનો નિર્ણય હાલ આવી ગયો છે.
આયર્ન ખાનની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી જેના બાદ તેને એક દિવસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો અને આજે સોમવાર એટલે કે 4 ઓક્ટોબરના રોજ આર્યન અને અન્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં એનસીબી તરફથી 13 ઓક્ટોબર સુધી કસ્ટડી મંગાવામાં આવી હતી, તો આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદે દ્વારા જામીન મંગાવામાં આવી હતી.
કોર્ટ દ્વારા આર્યન ખાન અને અન્ય બે લોકોને 7 ઑક્ટોએબર સુધી એનસીબી કસ્ટડીમાં રાખવાનો નિર્ણય સંભળાવવામાં આવ્યો છે. કોર્ટની અંદર મેજિસ્ટ્રેટ, એનસબી અને આર્યનના વકીલ સતીશ વચ્ચે લાંબી ચર્ચા ચાલી. હવે મીડિયા રિપોર્ટ અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે સતીશે ધારદાર જવાબ એનસીબીને આપ્યો હતો.
મેજિસ્ટ્રેટ દ્વારા એનસીબીને આર્યનની કસ્ટડીને લઈને સવાલ કરવામાં આવ્યો. એનસબીનું કહેવું હતું કે તેમને આર્યન ખાનની કસ્ટડીની જરૂરિયાત એટલા માટે છે કે કારણ કે તેમને પાર્ટીમાં શા કારણે બોલાવવામાં આવ્યો હતો અને તે ક્યાં કેબીનમાં રોકાયો હતો. તેના જવાબમાં સતીશે જણાવ્યું હતું કે આર્યન ખાનને ડગ વેચવાની જરૂર નથી. તે શીપમાં શા કારણે ગયો હતો તેમાં એનસબીનું કોઈ કામ નથી. આર્યન જો ઈચ્છે તો આખું શિપ ખરીદી શકે છે.
No bail for SRK’s son: Aryan Khan, Arbaz Seth Merchant and Munmun Dhamecha sent to NCB custody till October 7.#AryanKhanDrugCase #aryankhan #ShahRukhKhan #DrugsParty #NCB #ncbraid #Arrested pic.twitter.com/fVwLHzi7Kh
— Shreya Dubey 🌸 (@shreyad21) October 4, 2021
આર્યન તરફથી તેના વકીલે જણાવ્યું કે આર્યન ખાસ આમંત્રણ ઉપર શીપમાં ગયો હતો. ક્રુઝનો બેસ્ટ રૂમ આર્યનને આપવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આર્યન પાસે કોઈપણ પ્રતિબંધિત સામગ્રી નથી મળી. શિંદેએ કહ્યું કે આર્યન પાસે નહિ પરંતુ તેના મિત્ર અરબાઝ મર્ચેન્ડ પાસે 6 ગ્રામ ચરસ મળ્યું છે.
Cruise ship party case | Mumbai’s Esplanade Court sends Aryan Khan, Arbaz Seth Merchant and Munmun Dhamecha to NCB custody till 7th October pic.twitter.com/mU8wP06Jt4
— ANI (@ANI) October 4, 2021
આ સુનાવણી દરમિયાન એનસીબીએ જણાવ્યું કે આર્યનના મોબાઈલમાં ચોંકાવનારી તસવીરો મળી છે. તસ્વીરોમાં ઘણી ચોંકાવનારી જાણકારીઓ પણ સામે આવી છે. જેના કારણે એનસીબીએ ડગ રેકેટની તપાસ માટે આર્યનને જરૂરી ગણાવ્યો છે. એનસીબીએ જણાવ્યું કે ક્રુઝ પાર્ટીનું આંતરરાષ્ટ્રીય ડગ રેકેટ સાથે સંબંધ છે.