બોલીવુડના બાદશાહ શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન હાલ જેલની અંદર ડગ કેસમાં બંધ છે, તેની જામીન અરજીઓ પણ ફગાવી દેવામાં આવી છે, ત્યારે હવે તેને લઈને બોમ્બે હાઇકોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં આર્યન ખાન તરફથી કહેવામાં આવ્યું છે કે ક્રૂઝ જહાજ પર ડગ જપ્તના કેસમાં તેને ફસાવવા માટે એનસીબી વ્હોટ્સએપ ચેટને ખોટી રીતે રજૂ કરી રહી છે.
આર્યન ખાન હાલમાં જેલમાં બંધ છે. એક વિશેષ કોર્ટ દ્વારા તેની જામીન અરજી ખારીજ કરી દેવામાં આવી હતી. જેના બાદ બુધવારના રોજ હાઈ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી. હાઇકોર્ટમાં 26 ઓક્ટોબરના રોજ તેની જામીન અરજી ઉપર સુનાવણી થવાની છે. હાઇકોર્ટમાં પોતાની અપીલમાં આર્યન ખાને કહ્યું કે તેના મોબાઈલ ફોનથી લેવામાં આવેલી વોટ્સએપ ચેટની વ્યાખ્યા અને ખોટી વ્યાખ્યા અન્યાયોચિત છે.
આર્યન ખાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ક્રુઝ ઉપર એનસીબીના છાપા બાદ તેની પાસેથી કોઈ પ્રતિબંધિત માદક પદાર્થ નથી મળ્યો અને અરબાઝ મર્ચેન્ટ થતા આચિત કુમારને છોડીને આ મામલામાં અન્ય કોઈ આરોપી સાથે તે કોઈ લેવા દેવા નથી રાખતો.” તમને જણાવી દઈએ કે અત્યાર સુધી એનસીબીએ આ મામલામાં લગભગ 20 લોકોની ધરપકડ કરી છે.
અપીલમાં કહેવામાં આવ્યું છે કે “કોઈપણ પ્રકારની કલ્પનાથી આ કથિત સંદેશાને આવા કોઈ ષડયંત્ર સાથે ના જોડી શકાય જેના સંબંધમાં ખાનગી જાણકારી પ્રાપ્ત થઇ.” આર્યન ખાને તેને જામીન ના આપવા માટે વિશેષ કોર્ટની દલીલ ઉપર પણ સવાલ ઉભો કર્યો છે, કારણ કે તે પ્રભાવશાળી વ્યક્તિ છે જેના કારણે તેને છોડી મુકવા ઉપર તે સાબિતીઓ સાથે છેડછાડ કરી શકે છે.