મનોરંજન

શું NCBને ચકમો આપી શાહરૂખનો લાડલો આર્યન ખાન ફરવા ઉપડી ગયો ? વીડિયો થયો વાયરલ

દિલ્હી મેટ્રોમાં આર્યન ખાન દેખાયો…જોતા જ બધાના પગ નીચેથી જમીન ખસી ગઈ અને છેલ્લે એવી સચ્ચાઈ સામે આવી કે…

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન છેલ્લા ઘણા દિવસોમાં ઘણો ચર્ચામાં રહ્યો  હતો. હવે તો તે ડગ કેસમાંથી મુક્ત થઈને ઘરે આવી ગયો છે. રીપોર્ટ અનુસાર, આર્યન ન તો ક્યાંય બહાર જઈ રહ્યો છે અને ન તો તેના મિત્રોને મળી રહ્યો છે.  તેના પર આ કેસની ઘણી અસર પ઼ડી છે. અભિનેતા મોટાભાગનો સમય પોતાના ઘરે વિતાવે છે. આર્યને મન્નતમાં ફેમિલી મેમ્બર્સ સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તે છેલ્લે 12 નવેમ્બરના રોજ NCB ઓફિસ બહાર સ્પોટ થયો હતો.

હવે આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં એક છોકરો જોવા મળી રહ્યો છે જે મેટ્રોમાં મુસાફરી કરી રહ્યો છે. આ છોકરાને પહેલી જ ઝલકમાં જોઈને લોકો કન્ફ્યુઝ થઈ રહ્યા છે, કારણ કે આ છોકરો બિલકુલ આર્યન ખાન જેવો દેખાય છે. જો કે, આખો વીડિયો જોઈને તમે સમજી જશો કે આ આર્યન નથી કે તેનો કોઈ જૂનો વીડિયો નથી.

આ વીડિયોમાં છોકરાએ પીળા રંગનો સ્વેટશર્ટ પહેર્યો છે જેની કેપ તેણે તેના માથા પર લગાવેલી છે. તેના ચહેરા પર માસ્ક છે, જ્યારે હૂડીની અંદરથી કેટલાક વાળ તેના ચહેરા પર આવી રહ્યા છે. આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેને આર્યનનો ડુપ્લીકેટ કહી રહ્યા છે.
આ છોકરાનું નામ દાનિશ ઝેહાન છે. દાનિશ trend_captain નામે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. તેણે બાયોમાં પોતાની ઓળખ રૅપર, ફેશન મોડલ, ફોટોગ્રાફર, ઓડિયો-વીડિયો એડિટર, યુટ્યુબર, રાઇટર, ફિટનેસ એક્સપર્ટ જેવી બતાવી છે. આર્યન ખાનના ડુપ્લીકેટને કેટલાક લોકોએ દિલ્લી મેટ્રોમાં મુસાફરી કરતા જોયો હતો.

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની અગાઉ ડગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જોકે હાલમાં આર્યન જામીન પર જેલમાંથી બહાર આવ્યો છે. ગયા મહિને, એનસીબીએ મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રુઝ શિપ પર રેવ પાર્ટીમાંથી આર્યન ખાન, તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી. આ પછી આર્યન ખાનને 28 ઓક્ટોબરે બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. હાલમાં આર્યન એનસીબીની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SIT સમક્ષ પોતાનું નિવેદન નોંધાવા માટે એનસીબી ઓફિસ પહોંચ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Vampire 🥀 (@trend_captain)