આર્યન ખાનના ઘરે આવતાના 24 કલાકની અંદર ઉઠાવવામાં આવ્યા આ પગલાં, જાણીને તમને પણ હેરાની થશે

બોલીવુડના સૌથી ખ્યાતનામ અભિનેતા શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન છેલ્લા ઘણા અઠવાડિયાઓ સુધી જેલમાં રહ્યા બાદ હવે તે પોતાના પરિવાર સાથે તેના આલીશાન બંગલા મન્નતમાં પરત ફરી ચુક્યો છે. દીકરાના ઘરે પરત  ફરવાના કારણે શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન પણ ખુબ જ ખુશ નજર આવી રહ્યા છે.

શનિવારના રોજ જયારે આર્યન ખાન આર્થર રોડ જેલથી ડગ કેસના મામલામાં જામીન મળ્યા બાદ પોતાના ઘરે પહોંચ્યો તો તેના પરિવાર સાથે સાથે કિંગ ખાનના ચાહકોએ તેનું જબરદસ્ત સ્વાગત કર્યું હતું. હવે આ બધા વચ્ચે જ આર્યન ખાને ઘરે પહોંચવાની સાથે જ એક મોટો નિર્ણય લીધો છે, જેને સાંભળીને દરેક કોઈ હેરાન રહી ગયું છે.

પોતાના દીકરાના ઘરે આવવાને લઈને છેલ્લા ઘણા દિવસથી શાહરુખ અને ગૌરી બહુ જ હેરાન હતા. તેમને પોતાના દીકરાને જેલમાંથી બહાર કાઢવાને લઈને દરેક સંભવ પ્રયાસ કર્યા હતા પરંતુ આર્યન ખાનની મુસીબતો ઓછી નહોતી થઇ રહી. કોર્ટમાં પણ ઘણી તારીખ ઉપર  તારીખો મળી. જામીન અરજીઓ પણ રદ્દ થઇ. ત્યારે ત્રીજી જામીન અરજી ઉપર કોર્ટ દ્વારા આર્યનને જામીન આપવામાં આવી. ઘરે પરત ફરતા તે ખુબ જ ભાવુક પણ થયો હતો.

ઘરે આવતાની સાથે જ આર્યન ખાને એક મોટું કામ કર્યું છે. તેને પોતાનું ઇન્સ્ટાગ્રામ ડીપી બદલી નાખ્યું છે. આર્યને પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાંથી પોતાની તસવીર કાઢી નાખી છે અને હવે તેની પ્રોફાઈલમાં સફેદ બેકગ્રાઉન્ડ જોવા મળી રહ્યું છે.  એટલું જ નહીં તેના ઇન્સ્ટાગ્રામમાં હવે કેટલીક જૂની પોસ્ટ પણ જોવા નથી મળી રહી. જો કે તેને  આવું કેમ કર્યું હજુ કોઈને સમજમાં નથી આવી રહ્યું.

મીડિયા રિપોર્ટ અનુસાર આર્યન ખાન જયારે જેલમાં હતો ત્યારે ઘણા કેદીઓ સાથે તેની ઓળખાણ થઇ ગઈ. આર્યન ખાને આ કેદીઓ સાથે વાયદો કર્યો છે કે તે તેમના ઘરવાળાને આર્થિક મદદ પહોંચાશે. સાથે જ કેદીઓ વિરુદ્ધ જે મામલા ચાલી રહ્યા છે તેમાં પણ તે મદદ કરશે. જેલમાંથી નીકળતા પહેલા આર્યન ખાન બીજા કેદીઓને મળ્યો અને તેમને ગળે પણ લગાવ્યા.

Niraj Patel