આર્યન ખાનને જેલ જતા બચાવી ન શક્યા સતીશ માનસિંદે, કોર્ટમાં ઘણી કરી દલીલો

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનનો દીકરા આર્યન ખાન છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. તેની 3 ઓક્ટોબર રવિવારના રોજ  NCBએ ડગ કેસમાં ધરપકડ કરી હતી. ત્યારથી તે NCB કસ્ટડીમાં હતો. ત્યારે કાલે તેની NCB કસ્ટડી પૂર્ણ થઇ હતી અને આર્યન સાથે સાથે બધા આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કોર્ટે બધા આરોપીઓને 14 દિવસની જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલ્યા છે.

NCBએ બધા આરોપીઓની 11 ઓક્ટોબર સુધીની કસ્ટડીની માંગ કરી હતી પરંતુ કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. આર્યન ખાનના વકીલ સતીશ માનસિંદેએ આર્યનને જમાનત અપાવવા માટે ઘણી મહેનત કરી હતી પરંતુ જસ્ટિસ આરએમ નેર્લિકરની અદાલતે છેલ્લે તેમનો નિર્ણય સંભળાવ્યો જેમાં NCBને ના તો કસ્ટડી મળી અને ના તો આર્યન ખાનને જમાનત. આર્યન ખાનની જમાનત અરજી પર આજે 11 વાગ્યે કોર્ટમાં સુનાવણી થશે.

જણાવી દઇએ કે, કાલે આર્યન ખાન, અરબાઝ મર્ચેંટ અને મુનમુન ધામેચા સહિત અનેક આરોપીઓની કસ્ટડી પૂર્ણ થઇ ગઇ હતી અને તે બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટમાં NCBએ કહ્યુ કે, આર્યન ખાન અને અરબાઝ મર્ચેંટે અચિત કુમારનું નામ લીધુ હતુ અને તે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. કહેવામાં આવ્યુ છે કે, એજન્સીને તથ્યોની તપાસ કરવા માટે થોડો સમય જોઇએ છે. NCBએ અચિત કુમારની પણ 11 ઓક્ટોબર સુધીની કસ્ટડીની માંગ કરી છે. કોર્ટે અચિત કુમારને 9 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં મોકલ્યો છે.

આ પહેલા 4 ઓક્ટોબરના રોજ થયેલ સુનાવણીમાં આર્યનને જમાનત મળી ન હતી અને તેને કોર્ટે 7 ઓક્ટોબર સુધી NCB કસ્ટડીમાં મોકલ્યો હતો. ડગ કેસમાં 4 ઓક્ટોબરે થયેલી સુનાવણીમાં ઘણી હેરાન કરી દેનારી વસ્તુઓ સામે આવી. NCB તરફથી કોર્ટમાં જણાવવામાં આવ્યુ કે, આર્યન ખાનના ફોનમાં તસવીરોના રૂપે ચોંકાવનારી આપત્તિજનક વસ્તુઓ મળી છે. જેમાં આગળની પૂછપરછ માટે તેમણે કોર્ટ પાસે 11 ઓક્ટોબર સુધીની કસ્ટડીની માંગ કરી હતી. પરંતુ કોર્ટે 7 ઓક્ટોબર સુધીની કસ્ટડી મંજૂર કરી હતી.

બીજીબાજુ જોઇએ તો, દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર, મેટ્રોપોલિટન કોર્ટ એક સ્પેશિયલ કોર્ટ છે અને NDPS એક્ટ હેઠળ જામીન આપવાનો કોર્ટ પાસે અધિકાર નથી માટે એવું માનવામાં આવી રહ્યુ છે કે, આર્યનના વકીલ કોર્ટમાં તેના રિમાન્ડ પૂરા કરી જેલમાં મોકલવાની દલીલ કરશે અને તે બાદ હાયર કોર્ટમાં જામીન માટે અપીલ કરશે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Shah Jina