BREAKING NEWS: આર્યન ખાને NCB સામે કબૂલ કરી ડગ લેવાની વાત, કહ્યુ- ક્રૂઝ પર ધમાલ મચાવવા માટે લઇ ગયા હતા આ વસ્તુ

મુંબઇથી ગોવા જઇ રહેલ ક્રૂઝ પર પાર્ટી મામલે શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન જેલમાં છે. કિલા કોર્ટથી શુક્રવારે જમાનત અરજી નકાર્યા બાદ આર્યન ખાનના વકીલ માનશિંદે હવે સેશન કોર્ટમાં જમાનતની અપીલ કરશે. આ વચ્ચે હવે એ ખબર આવી રહી રહી છે. આર્યન ખાન અને અન્ય આરોપી અરબાઝ મર્ચેંટે NCB પૂછપરછ દરમિયાન ડગ લેવાની વાત કબૂલી છે. આર્યને  કહ્યુ કે, તેઓ ચરસ પીવે છે અને ક્રૂઝ પાર્ટી દરમિયાન પણ તેઓ ચરસ લેવાના હતા. NCBએ અદાલતમાં આપેલ પંચનામામાં જણાવ્યુ છે કે, તપાસ દરમિયાન અરબાઝે બૂટમાંથી ડગનું પાઉચ નીકાળી આપ્યુ હતુ. આરબાઝ પાસેથી 6 ગ્રામ ચરસ મળ્યુ છે.

કેટલાક મીડિયા રીપોર્ટ્સ અનુસાર, જયારે NCB અધિકારીઓએ આર્યન ખાનને પૂછ્યુ તો તેણે સ્વીકાર કર્યો કે તે ચરસનું સેવન કરે છે અને આ ચરસ ક્રૂઝની યાત્રા પર સ્મોકિંગ માટે તેઓ લઇ જઇ રહ્યા હતા, લગ્ઝરી ક્રૂઝ કાર્ડેલિયા પર છાપેમારીની આ વિગત NCBના પંચનામા આધાર પર છે. આ પંચનામાની કોપી આજતક મીડિયા પાસે છે.

જણાવી દઇએ કે, પંચનામું એ હોય છે જેના થકી તપાસ એજન્સી ક્રાઇમ સીનથી પ્રારંભિક રેકોર્ડ  અને સાક્ષ્યોનો સંગ્રહ કરે છે. આ દરમિયાન પોલિસ કે તપાસ એજન્સીઓ સાક્ષીઓના નિવેદનને રેકોર્ડ કરે છે. પંચનામુ તૈયાર કરવા દરમિયાન પોલિસ કેટલાક નાગરિકોને લઇ  જાય છે, કારણ કે તે તપાસ એજન્સી માટે સાક્ષી બની શકે. ઉલ્લેખનીય છે કે, NCBને જાણકારી મળી હતી કે કાર્ડેલિયા ક્રૂઝ પર રેવ પાર્ટી થવા જઇ  રહી છે. જયાં ડગનો ઉપયોગ થવાનો છે.

પંચનામા અનુસાર NCB ઓફિસર આશીષ રંજન પ્રસાદે આર્યન અને અરબાઝને પૂછપરછનું કારણ જણાવ્યુ. તે બાદ પ્રસાદે બંનેને NDPS એક્ટની ધારા 50 વિશે સમજાવ્યુ. NCBએ આર્યન અને અરબાઝને એ વિકલ્પ પણ આપ્યો કે જો તે ઇચ્છે તો તેમની તલાશી ગેજેટેડ અધિકારી કે પછી મેજિસ્ટ્રેટ સામે લઇ શકે છે પરંતુ બંનેએ તેની ના કહી દીધી હતી. અરબાઝ ખાને એ વાત માની હતી કે તેઓ આર્યન સાથે ચરસનું સેવન કરે છે અને તે આ ક્રૂઝ સફર પર ધમાલ મચાવવા માટે લઇ જઇ રહ્યા હતા.

Shah Jina