મનોરંજન

Breaking News : આર્યન ખાનની કિસ્મતનો ફેંસલો થઇ ગયો ! જુઓ આર્યન જેલમાં કે ઘરે ?

શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ગઇકાલે NCB કસ્ટડી પૂર્ણ થઇ હતી અને તે બાદ તેને અને અન્ય આરોપીઓને કોર્ટમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. તે બાદ આર્યન ખાનના વકીલ સતીશ માનસિંદે દ્વારા કોર્ટમાં જમાનત અરજી દાખલ કરવામાં આવી હતી. આજે આર્યન ખાનની કિસ્મતનો નિર્ણય મેજિસ્ટ્રેટે કર્યો હતો. આર્યન ખાનના જમાનત પર સુનાવણી ચાલુ હતી અને તે દરમિયાન તેને અન્ય આરોપીઓને આર્થર રોડ જેલ લઇ જવામાં આવ્યા હતા. આર્યન ખાનની જમાનત પર નિર્ણય આવ્યા પહેલા જ તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો.

કોર્ટ દ્વારા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની જમાનત પર નિર્ણય કરી લેવામાં આવ્યો છે. ત્યારે મુંબઇની કિલ્લા કોર્ટ દ્વારા આર્યન ખાનની અરજીને નકારી કરી દેવામાં આવી છે. એવામાં આર્યન ખાન અને અન્ય આરોપીઓને જેલમાં જ રહેવુ પડશે. હવે આર્યન ખાનની મુશ્કેલીઓ વધતી દેખાઇ રહી છે. કારણ કે કોર્ટ દ્વારા અરજીને નકારી દેવામાં આવી છે અને એટલા માટે જ આર્યનને હવે જેલમાં રહેવુ પડશે. આર્યન ખાનને મુંબઇની સૌથી મોટી જેલ આર્થર જેલના બૈરક નંબર 1માં રાખવામાં આવ્યો છે. આર્યન ખાન સહિત અન્ય આરોપીઓની જામીન અરજી કોર્ટ દ્વારા નકારી કહેવામાં આવ્યુ હતુ કે, સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવે. જણાવી દઇએ કે, આવતીકાલે 9 ઓક્ટોબરના રોજ આર્યનના વકીલ સતીશ માનશિંદે સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરશે.

ઉલ્લેખનીય છે કે, આર્યન ખાનની જમાનત પર કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને ત્યારે જ આર્યન ખાન સહિત બીજા આરોપીઓને NCB દ્વારા જેલ લઇ જવામાં આવ્યા હતા. આ પહેલા એવી ખબર આવી હતી કે NCB અધિકારી કોર્ટના ઓર્ડરની રાહ જોવાના હતા. જો આર્યન ખાન અને અન્ય આરોપીઓની જમાનત અરજી નકારે તો તેમને આર્થર રોડ જેલ લઇ જવાના હતા. ત્યાં મહિલાઓને ભાયખલ્લા જેલ લઇ જશે. પરંતુ આ પહેલા જ NCBએ આર્યન ખાન સહિત અન્ય આરોપીઓને જેલમાં મોકલ્યા હતા. આર્યન ખાન જેલ પહોંચી પરેશાન જોવા મળ્યો હતો. જણાવી દઇએ કે, આ જેલમાં ઘણા ખૂંખાર કેદી છે.

આર્યન ખાનના વકીલ સતીશ માનસિંદેએ જમાનત માટે કોર્ટમાં ચર્ચા કરતા કહ્યુ હતુ કે, સતીશ માનસિંદેએ કહ્યુ કે, આર્યન ખાન પર આરોપ છે, પરંતુ તેમના વિરૂદ્ધ કંઇ મળ્યુ નથી. NCBએ 5 દિવસ આર્યનને કસ્ટડીમાં રાખ્યો પરંતુ કંઇ નીકાળી ન શકી. તેમણે કહ્યુ કે, આર્યન ઇજ્જતદાર પરિવારથી આવે છે. તેમનો અન્ય આરોપીઓ સાથે કોઇ સંબંધ નથી.

દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર, આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ કોર્ટમાં દલીલ કરતા કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર આ કેસમાં આટલી ઉતાવળ કેમ કરી રહી છે, ત્યારે આ વાતના જવાબમાં ASG અનિલ સિંહે એવુ કહ્યુ હતુ કે, તમે આવું ના કહી શકો. આર્યનના વકીલ માનશિંદેએ કહ્યુ હતુ કે, ડગની ઓછી માત્રા હોય તો પણ એવા કેસમાં હાઇકોર્ટ જામીન આપે છે અને મારા ક્લાયન્ટ પાસે તો કંઇ મળ્યુ પણ નથી.

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનના બંગલા મન્નત સામે તેમના ચાહકો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટર આર્યન ખાનથી લઇને શાહરૂખ ખાન અને તેમના પરિવારના સપોર્ટમાં ચાહકોએ લગાવ્યા હતા. હવે શાહરૂખ ખાનની ટીમ દ્વારા આ પોસ્ટર્સને ઘર સામેથી હટાવી દેવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

આ વીડિયો આર્યન ખાનને જયારે આર્થર રોડ જેલ લઇ જવામાં આવ્યો ત્યારનો છે. જેમાં જોઇ શકાય છે કે, આર્યન ખાન ગાડીમાં બેઠેલો છે અને થોડો પરેશાન પણ જોવા મળી રહ્યો છે.