શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની જમાનત અરજીની સુનાવણીમાં શુ થયુ ? જુઓ કોર્ટે શું નિર્ણય કર્યો

બોલિવુડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન છેલ્લા ઘણા દિવસોથી જેલમાં છે. તેને પહેલા NCB કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો અને તે બાદ કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. આર્યન ખાન જેલમાં હોવાથી શાહરૂખ ખાન અને તેનો પરિવાર પણ મુશ્કેલીમાં છે. આર્યન ખાન જેલમાં છે અને શાહરૂખ તેમજ આર્યનના વકીલ તેને જમાનત મળે એવા બધા પ્રયાસો કરી રહ્યા છે.

જણાવી દઇએ કે, જમાનત પર પહેલા સુનાવણી થઇ ચૂકી છે. આ પહેલા કોર્ટે આર્યનની જમાનત અરજી નકારી દીધી હતી અને તે બાદ આર્યનના વકીલ સતીશ માનશિંદે દ્વારા સેશન કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ સુનાવણી 11 ઓક્ટોબરના રોજ થવાની હતી પરંતુ NCBને પોતાનો જવાબ રજૂ કરવા માટે કોર્ટે 13 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. ત્યારે આર્યન ખાનની આજે કોર્ટમાં જમાનત બાબતે સુનાવણી થઇ હતી.

આર્યનની જમાનત પર સેશંસ કોર્ટમાં સુુનાવણી થઇ. કોર્ટમાં NCB અને આર્યનના વકીલ વચ્ચે દલીલો પેશ કરવામાં આવી હતી. આર્યનની જમાનત માટે શાહરૂખ ખાને સલમાન ખાનને હિટ એન્ડ રન કેસમાં જે વકીલે જમાનત અપાવી હતી તેને હાયર કર્યા છે, તેમનું નામ અમિત દેસાઇ છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી અને સિક્યોરિટી ગાર્ડ રવિ પણ હાજર રહ્યો હતો. જણાવી દઇએ કે, કોર્ટમાં આર્યન ખાનનાા વકીલ અને NCB વચ્ચે ચાલેલી લાંબી ચર્ચા બાદ આર્યન ખાનની જમાનત પર કોર્ટે તેમનો નિર્ણય આગળના દિવસે સુરક્ષિત કરી લીધો છે.

જમાનતની આ સુનાવણી સેશંસ કોર્ટમાં લગભગ ત્રણ વાગે શરૂ થઇ હતી. તે બાદ NCb અને આર્યનના વકીલે દલીલો પેશ કરી હતી. આ સુનાવણી સાંજ સુધી ચાલી. હવે આર્યન ખાન જમાનત પર અદાલત 14 ઓક્ટોબરના રોજ એટલે કે ગુરુવારના રોજ પોતાનો નિર્ણય સંભળાવશે. દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર, NCBએ આર્યનને પ્રભાવશાળી વ્યક્તિ કહ્યો અને કહ્યુ કે તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. આર્યનના વિદેશમાં ઘણા એવા લોકો સાથે સંપર્ક છે જે જગની ગેરકાયદેસર ખરીદી માટે એક આંતરરાષ્ટ્રીય ડગ નેટવર્કનો ભાગ હોય તેમ લાગી રહ્યુ છે. હાલ આ મામલે તપાસ ચાલુ છે.

આર્યનના વકીલ અમિત દેસાઇએ NCBના કામને લઇને કહ્યુ હતુ કે કેન્દ્રીય તપાસ એજન્સી 4 ઓક્ટોબરના રોજ ઇન્ટરનેશનલ ટ્રાફિકિંગની વાત કહી હતી અને આજે 13 ઓક્ટોબર છે. આ દરમિયાન તેણે કંઈ જ કર્યું નથી. જે પ્રતીકે આર્યનને પાર્ટીમાં બોલાવ્યો, તેની કેમ ધરપકડ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે આર્યન ખાન પ્રતીક ગાબાના ઇન્વિટેશનને કારણે ક્રૂઝ પાર્ટીમાં આવ્યો હતો. આ ઉપરાંત તેમણે આગળ કહ્યું હતું કે તમામ આરોપી યુવાન છે અને તેઓ કસ્ટડીમાં છે અને તેમને બોધપાઠ મળી ગયો છે. તેમણે ઘણું જ સહન કર્યું છે. તેઓ પેડલર નથી. ઘણા દેશોમાં આ પદાર્થને કાનૂની માન્યતા છે.

ઉલ્લેખનીય છે કે, કોર્ટમાં NCBએ આર્યનની જમાનત પર જવાબ દાખલ કર્યા બાદ રિમાંડમાં કહ્યુ કે, આ કેસમાં એક આરોપીની ભૂમિકા બીજા તરફથી સમજી શકાતી નથી. ભલે આર્યન પાસે ડગ મળ્યુ નથી પરંતુ તે પેડલરના સંપર્કમાં છે. આ મોટી સાજિશ છે. તેની તપાસ જરૂરી છે. આર્યન ખાન પર કોન્ટ્રાબેંડ ખરીદવાનો આરોપ લાગ્યો હતો અને આ કોન્ટ્રાબેંડ અરબાઝ મર્ચેંટ પાસેથી જપ્ત કરવામાં આવ્યો હતો. વિદેશોમાં ડગની લેણદેણને લઇને NCBની તપાસ જારી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આર્યન ખાનના વકીલે કોર્ટમાં તેનો પક્ષ રાખતા કહ્યુ હતુ કે, આર્યન ખાન પાસે કોઇ ડગ મળ્યુ નથી. તેની પાસેથી કેશ પણ મળી નથી. આર્યન ખાન મુનમુન ધામેચાને પણ નથી જાણતો. NCBએ ત્રણેયની ક્રૂઝથી ધરપકડ કરતા એકસાથે પેશ કર્યા હતા પરંતુ આર્યનનું મુનમુન સાથે કોઇ કનેક્શન નથી. ઉલ્લેખનીય છે કે, મુંબઇથી ગોવા જઇ રહેલ ક્રૂઝ પર NCBએ છાપેમારી કરી હતી અને ત્યાંથી જ આર્યન ખાનને ઝડપી NCB ઓફિસ લઇ આવવામાં આવ્યો હતો અને તે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદથી આર્યન ખાન જેલમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina