આર્યન ખાનની જામીન અરજી પર આજે શું થયુ બોમ્બે હાઇકોર્ટમાં ? જાણો વિગત

બોલિવુડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન છેલ્લા ઘણા દિવસોથી જેલમાં છે. 2 ઓક્ટોબરના રોજ મુંબઇથી ગોવા જઇ રહેલ ક્રૂઝ પર NCB દ્વારા રેડ પાડવામાં આવી હતી અને આ દરમિયાન આર્યન ખાન સહિત કેટલાક લોકોની NCB દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તે બાદ આર્યન સહિત અનેકની ધરપકડ આ કેસમાં થઇ ચૂકી છે. આર્યનને પહેલા કોર્ટે NCB કસ્ટડીમાં મોકલ્યો હતો અને તે બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આર્યન ખાન છેલ્લા કેટલાક દિવસથી આર્થર રોડ જેલમાં બંધ છે.

આર્યનની જામીન અરજી પણ કેટલીક વાર ફગાવવામાં આવી છે. આર્યન ખાનની જામીન અરજી સેશંસ કોર્ટમાં ફગાવી દેવામાં આવ્યા બાદ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં આર્યનની જામીન પર 26 ઓક્ટોબર મંગળવારના રોજ સુનાવણી થઇ હતી. આ દરમિયાન સુનાવણીને બીજા દિવસે જારી રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આર્યન ખાનની જામીન અરજી પર 27 ઓક્ટોબર એટલે કે આજે બોન્બે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. ત્યારે વધુ એક વખત આર્યન ખાનની જામીન અરજી પણ સુનાવણી ટળી છે. આ મામલે કાલે ફરી સુનાવણી થશે.

આ સુનાવણી દરમિયાન આર્યન ખાનના વકીલ અને પૂર્વ એટોર્ની જનરલ ઓફ ઇન્ડિયા મુકુલ રોહતગી અને સતીશ માનસિંદે પૂરી તૈયારી સાથે પહોંચ્યા હતા. અમિત દેસાઇએ જજને કહ્યુ હતુ કે, NCB પાસે ધરપકડ માટે કોઇ ખાસ સબૂત જ નથી. મંગળવારના રોજ આર્યનની જામીન અરજી પર સુનાવણી સાંજે 6 વાગ્યા સુધી ચાલી હતી અને તે બાદ કોર્ટે આ સુનાવણીને બુધવારના રોજ જારી રાખવાનો આદેશ આપ્યો હતો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, આર્યન ખાનના ઘણા મિત્રો સ્પ્રિચુઅલ છે અને તેઓ સંભવ તેટલી મદદ આર્યન ખાન માટે કરવા ઇચ્છે છે. તે મિત્રોમાં સિનેમાના સ્ટુડેંટ્સ ઉપરાંત યુએસ અને યુકેના કેટલાક ઉભરતા ફિલ્મમેકર્સ પણ છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, આર્યનના મિત્રોએ ટેંશનને ઓછુ કરવા અને તેની જામીન માટે તે માટે બુદ્ધિઝમનો મંત્ર ‘નમ મ્યો હો રેન્ગે ક્યો’ નો જાપ કરી રહ્યા છએ. આ મંત્રને દુનિયાભરમાં અલગ અલગ કારણોથી ઉપયોગ કરવામાં આવે છે. આર્યન ખાનના મિત્રો દુનિયાના અલગ અલગ ભાગોમાંથી આવે છે. તેમના કેટલાક મિત્રો સાપ્તાહિક આધાર પર મંત્રનો જાપ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આર્યનની જામીન અરજીની સુનાવણી દરમિયાન વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં દલીલ આપતા કહ્યુ કે, આર્યન કોવિડ દરમિયાન ભારત આવ્યા છે, તે કેલિફોર્નિયામાં ભણી રહ્યા છે. વકીલે દલીલ દરમિયાન કહ્યુ હતુ કે, આર્યન ક્રૂઝ પાર્ટીમાં કસ્ટમર ન હતા, તે સ્પેશિયલ ગેસ્ટ હતા. પ્રદીપ ગાવાએ આર્યનને પાર્ટીમાં બોલાવ્યા હતા. પ્રદીપ ગાબા ઇવેન્ટ મેનેજર હતા. આર્યન અને અરબાઝને બોલાવવામાં આવ્યા હતા. આર્યન અને અરબાઝ મર્ચેંટ પાસે ક્રૂઝ પાર્ટીની ટિકિટ પણ ન હતી. તેમણે આગળ કહ્યુ કે, તેઓ સાંજે 4.30 વાગ્યે ક્રૂઝ ટર્મિનલ પહોંચ્યા હતા. NCB પાસે પહેલાથી ક્રૂઝ પર ડગ પાર્ટીની જાણકારી હતી. તેમણે આર્યન ખાન, અરબાઝ સહિત અનેકની ધરપકડ કરી હતી.

આર્યન પાસે કોઇ સામાન પણ મળ્યો નથી. તેના મિત્ર અરબાઝ પાસે 6 ગ્રામ ડગ મળ્યુ હતુ. ડગ લેવાની તપાસને ળઇને આર્યનનો કોઇ ટેસ્ટ થયો નથી. મારા મુવક્કિલની ધરપકડ કરવાનો કોઇ આધાર નથી. તેની ધરપકડનો કોઇ મતલબ નથી. ઉલ્લેખનીય છે કે, મુંબઇથી ગોવા જઇ રહેલ ક્રૂઝ પર 2 ઓક્ટોબરના રોજ NCB દ્વારા રેડ પાડવામાં આવી હતી અને આ દરમિયાન આર્યન ખાન, અરબાઝ મર્ચેંટ, મુનમુન ધામેચા સહિત કેટલાકની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાન પહેલા NCB કસ્ટડીમાં હતો અને તે છેલ્લા કેટલાક દિવસથી આર્થર રોડ જેલમાં બંધ છે.

Shah Jina