મનોરંજન

કિંગ ખાનનો દીકરો જેવો જેલમાંથી બહાર આવ્યો, ત્યાં જ થઇ ગયો અચાનક કાંડ – ફેન્સ પણ હચમચી ગયા

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન મળી ગયા છે.2 ઓક્ટોબરે મુંબઈમાં ક્રૂઝ પર રેવ પાર્ટી દરમિયાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી અને તે બાદ 3 ઓક્ટોબરના રોજ આર્યન સહિત અનેકની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન પર ડગ લેવાનો આરોપ છે. આર્યન સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની પણ ધરપકડ કરવામાં આવી હતી. આર્યન અત્યાર સુધી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ હતો. આર્યનની સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ જામીન મળી ગયા છે.

આજે એટલે કે 30 ઓક્ટોબરે આર્યન જેલમાંથી બહાર આવ્યો છે. આવી સ્થિતિમાં આર્યન ખાન જેલમાંથી બહાર આવી રહ્યો હતો ત્યારે તેને જોવા માટે હજારો ચાહકો ઉમટી પડ્યા હતા. હવે કેટલાક લોકોને આર્યનને જામીન મળ્યા બાદ એકઠી થવું મોઘું પડી ગયુ છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર શુક્રવારથી અત્યાર સુધીમાં 10 જેટલા લોકોના મોબાઈલ ચોરી થઇ ગયા છે. 28 દિવસ જેલમાં રહ્યા બાદ આર્યન ખાન હવે પોતાના ઘરે ‘મન્નત’ પહોંચી ગયો છે. આર્યન સાથે ધરપકડ કરાયેલા અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ બોમ્બે હાઈકોર્ટે જામીન પર મુક્ત કર્યા છે.

આર્યનને 1 લાખના જામીન બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યો છે. તેને કેટલીક શરતો પણ કોર્ટની માનવી પડશે.મીડિયા રીપોર્ટ અનુસાર શાહરૂખ ખાનનો બોડીગાર્ડ રવિ આર્યનને લેવા માટે જેલ પહોંચ્યો હતો. રવિએ આ દરમિયાન આર્યનની ખાસ કાળજી રાખી હતી અને તેનો સામનો મીડિયા સામે થવા દીધો ન હતો. આર્યનને જેલની બહાર મોકલતાની સાથે જ જેલના દરવાજા બહાર ગાડી ઊભી રાખવામાં આવી હતી અને આર્યન બહાર આવતા જ સીધો ગાડીમાં બેસી રવાના થઇ ગયો હતો.