કાલે જન્મ દિવસ છે અને આજે શું કામ NCB ઓફિસ પહોંચ્યો શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ? જુઓ PHOTOS
બોલીવુડના દીગ્ગજ અભિનેતા શાહરુખ ખાનના દીકરો આર્યન ખાન હાલમાં ખુબ જ ચર્ચામાં છે. આવતી કાલે 13 નવેમ્બરના રોજ તેનો જન્મ દિવસ છે અને તે પહેલા જ તે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસમાં સ્પોટ કરવામાં આવ્યો. કારણ કે આર્યન ખાનને દર શુક્રવારના રોજ એનસીબીની ઓફિસમાં હાજરી આપવાની છે. જેના કારણે તે એનસીબી ઓફિસ પહોંચ્યો હતો.
સોશિયલ મીડિયા ઉપર આર્યન ખાનની એનસીબી ઓફિસની કેટલીક તસવીરો પણ સામે આવી છે. આર્યન ખાન પહેલા મુનમુન ધામેચા પણ એનસીબી ઓફિસમાં જતા સ્પોટ થઇ હતી. આર્યન ખાને આ દરમિયાન પીળા રંગની પ્લેન ટી શર્ટ, બ્લુ જેકેટ અને કાર્ગો સ્ટાઇલ પેન્ટ પહેર્યું હતું અને ચહેરાને માસ્કથી ઢાંકી રાખ્યો હતો.
આર્યન ખાન સાથે તેના વકીલ પણ હાજર હતા. શાહરુખ ખાન અને ગૌરી ખાનના દીકરા આર્યન ખાનનું નામ ડગ કેસમાં આવ્યું હતું. આર્યનને 28 દિવસ બાદ જેલમાંથી જામીન મળ્યા હતા. અભિનેતાએ દીકરાને જેલમાંથી બહાર કાઢવા માટે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જો કે કોર્ટે આર્યન ખાનને જામીન તો આપી દીધી છે, પરંતુ તેની સામે 14 શરતો પણ રાખી છે.
આર્યન ખાનને કોર્ટની શરતો અનુસાર દર શુક્રવારના રોજ તેને એનસીબીની ઓફિસમાં 11થી 2ની વચ્ચે હાજર રહેવું પડશે. આર્યનને એક લાખ રૂપિયા ઉપર જામીન મળી છે. અન્ય આરોપીઓ સાથે આર્યન કોઈપણ પ્રકારનો સંપર્ક રાખી શકશે નહીં. આ ઉપરાંત દેશ છોડીને પણ નહિ જઈ શકે. તે કોઈપણ પ્રકારની સાબિતીઓને મિટાવવાની અથવા તો તેને છેડછાડ કરવાનો પ્રયત્ન પણ નહીં કરી શકે.
View this post on Instagram
કોર્ટમાં આર્યન ખાનને તેનો પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે. પરવાનગી લીધા વગર તે મુંબઈમાંથી પણ બહાર નહિ જઈ શકે. તે એનસીબી પાસેથી પરવાનગી લઈને બહાર જઈ શકે છે. આર્યન ખાનની સાથે અરબાઝ મર્ચેન્ટ અને મુનમુન ધામેચાને પણ જામીન મળી ગયા છે.