મનોરંજન

NCBની ઓફિસમાં શાહરૂખના લાડલા આર્યનના લીલા લહેર, મુંબઈની પ્રખ્યાત હોટલની બિરિયાની પીરસવામાં આવી

બોલીવુડના ખ્યાતનામ  અભિનેતા શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન હાલમાં એનસીબીની કસ્ટડીમાં છે. તેના ઉપર કથિત રીતે ક્રુઝમાં યોજાયેલ રેવ પાર્ટીમાં ડગ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેના કારણે તે 3 દિવસ સુધી એટલે કે આજે 7 ઓક્ટોબર સુધી એનસીબી કસ્ટડીમાં રહેવાનો હતો.

આ દરમિયાન એનસીબીની ઓફિસમાં આર્યન ખાનની આગતા સ્વાગતા થતી જોવા મળી. એનસીબીએ આર્યન માટે  મુંબઈના પ્રખ્યાત રેસ્ટોરન્ટ બડે મિયાંમાંથી બિરિયાની મંગાવી હતી. મુંબઈનું આ બડે મિયાં રેસ્ટોરન્ટ બોલીવુડના સિતારાઓ માટે ખુબ જ લોકપ્રિય છે. અહીંયા મોટાભાગે બોલીવુડના સેલેબ્સની ગાડીઓ પણ ઉભી રહેલી જોવા મળે છે. ઘણા સેલેબ્રિટીઓ દુકાનમાંથી બિરિયાની મંગાવી અને પોતાની ગાડીમાં જ તેને ખાવાનો આનંદ માણે છે.

તો આર્યનને બડે મિયાંની બિરિયાની પીરસવાનું ખાસ કારણે એ પણ છે કે તે એનસીબીની ઓફિસની એકદમ નજીક છે. તમને જણાવી દઈએ કે આર્યનને એનસીબી તરફથી ખાવાનું તો આપવામાં  આવી રહ્યું છે, પરંતુ કપડાં તેના ઘરેથી આવે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેને આસપાસના રેસ્ટોરન્ટનું ખાવાનું મંગાવીને ખવડાવવામાં આવે છે.

એનસીબી ઓફિસના ત્રીજા અને ચોથા માળ ઉપર હિરાસતમાં લીધેલા લોકોને સુવડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આર્યનને પણ ત્યાં જ રાખવામાં આવ્યો છે. તો બડે મિયાં રેસ્ટોરન્ટની ખાસ વાત એ છે કે અહીંયા સિતારાઓની પ્રાઈવસીનું ખુબ જ ધ્યાન રાખવામાં આવે છે.

અહીંયાના ઓનર્સમાંથી એક સલમાન શેખે મીડિયાને જણાવ્યું હતું કે બડે મિયાં ઉપર જેટલા સેલેબ્રીટી આવે છે, તેમનો ક્યારેય હિસાબ નથી રાખ્યો. અમે તેમને ડિસ્કમ્ફર્ટ ફીલ નથી કરાવતા. પ્રાઇવસી મેન્ટેન કરીએ છીએ અને મોટાભાગના પોતાની ગાડીમાં બેસીને જ જ ખાય છે. લોકોના જણાવ્યા અનુસાર શાહરુખ ખાનથી લઈને સલમાન ખાન સુધીના ઘણા સેલેબ્રિટીઓ અહિયાંથી જ બિરિયાની અને કબાબ ટેસ્ટ કરે છે.