આર્યન પાસે નશીલો પદાર્થ ના મળ્યો હોવા છતાં પણ થઇ ગઈ જેલ, ભારતી પાસે મળ્યો 86 ગ્રામ નશીલો પદાર્થ તે છતાં પણ મળી ગયા હતા જામીન

અભિનેતા શાહરુખ ખાનની મુસીબતો થમવાનું નામ જ નથી લઇ રહી. આજે તેના દીકરા આર્યન ખાનની સતત 4થી વાર જામીન અરજી કોર્ટ દાવર ના મંજુર કરી દેવામાં આવી. કોર્ટ દ્વારા ડગ કેસની અંદર પોતાનો નિર્ણય જણાવતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન અને અન્ય બે આરોપીઓ અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાની જામીન અરજી ખરીજ કરી નાખી.

બૉલીવુડ ઇન્ડસ્ટ્રી તરફથી સતત શાહરુખને સપોર્ટ મળી રહ્યો છે. આર્યન ખાનની જમીન અરજી રદ્દ થવા ઉપર સેલેબ્સ સતત ટ્વીટ કરી રહ્યા છે. કમાલ ખાને પણ આર્યનની જામીન રદ્દ થવા ઉપર ટ્વીટ કર્યું છે. તેને લખ્યું છે કે, “આર્યન ખાનની જામીન અરજી રિજેક્ટ કરી દીધી છે. આ તો સંપૂર્ણ રીતે ઉત્પીડન કરવા જેવું લાગી રહ્યું છે. કેવી રીતે કોઈ માણસ 20 દિવસથી વધારે જેલની અંદર રહી શકે છે, જેની પાસે ના તો ડગ મળ્યું છે ના તે તેનું સેવન કરતો પકડાયો છે. તો ભારતી સિંહને તો તે જ દિવસે જામીન મળી ગયું હતું, જેની પાસે 86 ગ્રામ ડગ મળ્યું હતું. મતલબ કે બે લો અલગ અલગ લોકો માટે છે.”


અભિનેત્રી મીરા ચોપડાએ #heartbreaking લખીને પોસ્ટ કરી છે. આ ઉપરાંત તેહસીન પુનાવાળાએ પણ ટ્વીટ કરીને આર્યનનો સપોર્ટ કર્યો છે. તેમને લખ્યું છે કે, “આર્યન ખાનની જામીન અરજી રિજેક્ટ કરી દેવામાં વી હ્ચે. આ ઘોર અન્યાય અને ઉત્પીડન છે. આર્યન ખાનને બોમ્બે હાઇકોર્ટનો દરવાજો ખટખટાવવો જોઈએ. યાદ રાખો બેલ, ના કે જેલ અને કોઈના નિર્દોષ સાબિત થવા સુધી દોષી કાયદાકીય ન્યાયશાસ્ત્ર છે.”

ક્રુઝ ડગ કેસની અંદર આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલમાં જ બંધ રહેશે. કોર્ટે બુધવારના રોજ કોઈપણ પક્ષે દલીલો ના આપી. જજે સીધો જ તેમનો નિર્ણય જણાવી દીધો. આર્યન ખાનના વકીલ બોમ્બે હાઇકોર્ટ તરફ વળી ગયા છે. તેમને માહિતી સાથે આર્યન ખાનની જામીન અરજી ફાઈલ કરી દીધી છે. સેસન્સ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલા નિર્ણયની માહિતી આવતા જ આર્યન ખાનના વકીલ આ પગલું ભરશે.

Niraj Patel