મનોરંજન

આર્યન ખાનને જામીન મળતા જ સામે આવ્યા સેલેબ્સના રિએક્શન, જતાવી ખુશી અને માન્યો ભગવાનનો આભાર

ક્રૂઝ ડગ કેસમાં મુંબઇના આર્થર રોડ જેલમાં બંધ આર્યન ખાનને આખરે આજે એટલે કે 28 ઓક્ટોબર ગુરુવારના રોજ બોમ્બે હાઇકોર્ટથી જમાનત મળી ગઇ છે. આર્યન ખાન છેલ્લા 25-26 દિવસથી NCB કસ્ટડી અને જેલમાં છે. આર્યન ખાનની જમાનતની ખબર આવતા જ બોલિવુડના ગલિયારામાંથી રિએક્શન આવવાના શરૂ થઇ ગયા છે. “રઇસ” ફિલ્મના ડાયરેક્ટર રાહુલ ઢોલકિયાએ આ અંગે ટ્વીટ કરી છે. રાહુલ ઢોલકીયાએ ટ્વીટમાં લખ્યુ કે, આખરે આર્યન ખાનને બેલ મળી ગઇ. ભગવાનનો આભાર.

બોલિવુડ ડાયરેક્ટરે આ રીતે આર્યન ખાનને જમાનત મળવા પર ખુશી જતાવી છે અને ભગવાનનો આભાર માન્યો છે. રાહુલ ઢોલકિયા સાથે સાથે ઘણા બોલિવુડ સેલેબ્સે ટ્વીટ કરી આર્યનની જમાનત પર ખુશી જતાવી છે.

બોલિવુડ અભિનેત્રી સયાની ગુપ્તાએ પણ ટ્વીટ કરી છે. તેણે ટ્વીટટમાં લખ્યુ કે, આખરે પ્રાર્થના અને હીલિંગ.કોર્ટના નિર્ણય બાદ આર માધવને ટ્વીટ કરી લખ્યુ કે, ભગવાનનો આભાર. એક પિતા તરીકે હું રાહત મહેસૂસ કરી રહ્યો છું. ઉમ્મીદ છે કે બધી સારી અને પોઝિટિવ વસ્તુ થાય.

અભિનેતા સોનુ સૂદે ટ્વીટ કરી લખ્યુ કે, સમય જયારે ન્યાય કરે છે, ત્યારે સાક્ષીની જરૂરત નથી હોતી. આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં જામીન મળી ગયા છે. આર્યન ખાનની એનસીબીએ ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી છે. આર્યન ખાન, મુનમુન ધામેચા, અરબાઝ મર્ચન્ટને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા છે. તેમને આજની રાત જેલમાં જ ગુજારવી પડશે. તેઓ આજે નહીં કાલે જેલમાંથી બહાર આવી શકશે.

આર્યન ખાનને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 2 ઓક્ટોબરે મુંબઈના ઈન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ પરથી ધરપકડ કરી હતી. આર્યન ખાન મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ શિપમાં ડગ પાર્ટીમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. NCBએ ક્રૂઝ શિપ પર દરોડા પાડીને ત્યાંથી આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની ધરપકડ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)