મનોરંજન

ગુજરાતની આ સાડા ત્રણ વર્ષની બાળકી બોલીવુડમાં થઇ ગઈ ફેમસ, તેનો અભિનય જોઈ સીતારાઓ પણ રહી ગયા દંગ

દરેક માતા પિતા ઈચ્છા છે કે તેમનું બાળક ખુબ જ મોટું નામ કરે જેના માટે દરેક માતા પિતા મહેનત પણ કરતા હોય છે. પરંતુ કળા બાળકમાં જન્મ જાત જ આવતી હોય છે, અને આવી જ એક અભિનય કળા સુરતની સાડા ત્રણ વર્ષની બાળકી આર્યામાં જોવા મળી, જે આજે ખુબ જ નાની ઉંમરમાં ખુબ જ મોટું નામ બની ગઈ છે.

Image Source

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી આર્યા સાકરીયા આજે બોલીવુડમાં ખુબ જ પ્રખ્યાત બની ગઈ છે. તેને આલિયા ભટ્ટના બાળપણનો રોલ કરી અને સીતારાઓમાં ખુબ જ ખ્યાતિ મેળવી છે. બોલીવુડના સિતારાઓ પણ આર્યા ઉપર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.

આર્યા ટીવીની ધારાવાહિકોથી લઈને બોલીવુડની ફિલ્મોમાં પણ માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરમાં કામ કરી ચુકી છે અને હજુ પણ ઘણા પ્રોજેક્ટ માટે તેની પસંદગી પણ કરી લેવામાં આવી છે. 2020માં યોજાયેલા ઝી રીસ્તે એવોર્ડમાં પણ આર્યાએ એવોર્ડ મેળવ્યો છે.

Image Source

આર્યાને ફિલ્મી સિતારાઓ પણ ખુબ જ પસંદ કરે છે. તે ટીવી ધારાવાહિક, ફિલ્મો ઉપરાંત વેબ સિરીઝ અને ઘણી જાહેરાતોમાં પણ કામ કરી ચુકી છે. મહેશ ભટ્ટની ફિલ્મ સડક-2માં તેને બાળપણની આલિયા ભટ્ટનો અભિનય કર્યો હતો.