ખબર

એક સમયે કહેવાતો દુનિયાનો સૌથી વજનદાર બાળકે 4 વર્ષમાં ઘટાડ્યું 110 કિલો વજન, વાંચો કેવી રીતે

આજે ઘણા બાળકોને વજન વધવાની સમસ્યાઓ થતી હોય છે તેની પાછળનું કારણ તેમનો ખોરાક પણ રહેલો છે, એવા જ એક બાળકના શરીરને લઈને આખા દેશમાં ચર્ચાઓ ચાલી હતી, માત્ર 10 વર્ષની ઉંમરે જ તેના વજને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો અને દુનિયાના સૌથી વજનદાર બાળક તરીકે તેની ઓળખ થઈ હતી.

Image Source

પરંતુ 10 વર્ષની ઉંમરે જ આ બાળકે વજન ઘટાડવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા હતા અને હવે 4 વર્ષ પછી તેને આ મુકામ હાંસિલ પણ કરી લીધો છે. અને આ 4 વર્ષમાં પોતાનું વજન 110 કિલો જેટલું ઘટાવી પણ દીધું છે. ઇન્ડોનેશિયામાં રહેવા વાળા આર્યા પરમાનાનું વજન એક સમયે 193 કી.ગ્રા. જેટલું હતું. પરંતુ હાલમાં જે તેના ફોટા અને વિડિઓ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે તે પ્રમાણે તેને પોતાનું વજન સાવ ઘટાવી દીધું છે અને હવે તે એકદમ દુબળો પાતળો દેખાઈ રહયો છે. એના ફોટા જોઈને કોઈને પણ માનવામાં આવે એમ નથી કે આ બાળક એજ હોઈ શકે છે, પરંતુ આ એક હકીકત છે.

Image Source

એક પ્રખ્યાત સમાચાર પત્રએ આપેલા રિપોર્ટ અનુસાર એડ઼ે રાય નામના એક ફિજિકલ ટ્રેનરે આર્યાના પાતાળથયા હોવાના વિડિઓ અને ફોટા સોશિયલ મીડિયામાં શેર કાર્ય છે, ત્યારબાદ આ ફોટા અને વિડિઓ ઘણા લોકોએ જોયા અને આર્યાના વજન ઘટાડવાના સાહસના વખાણ પણ કર્યા હતા.

Image Source

આર્યાએ પોતાનું વજન ઘટાડવાની શરૂઆત વર્ષ 2016થી કરી હતી જયારે તેની ઉંમર માત્ર 10 વર્ષ હતી અને વજન 193 કી.ગ્રા. તેના વજનને લઈને તેના માતા પિતા પણ ખુબ જ ચિંતામાં હતા, પરંતુ એ સમયે જ આર્યાએ પોતાનું વજન ઘટાડવા માટેનો નિર્યણ કર્યો અને કસરત તેમજ ડાયટિંગ દ્વારા પોતાનું વજન ઘટાડવામાં સફળતા પણ મેળવી.

Image Source

આ સમયે આર્યા એક ટ્રેનરને પણ મળ્યો અને ટ્રેનર દ્વારા તેને કેટલીક સલાહ આપવામાં આવી સાથે સાથે ડાયટિંગ માટેના પ્લાન પણ સમજાવવા આવ્યા અને તે આર્યા માટે ખુબ જ મુશ્કેલી ભર્યું હતું છતાં પણ આર્યાએ ટ્રેનરની વાત માની અને એ ડાયટ પ્લાન અપનાવ્યો અને એ વજન ઘટાડવામાં સફળ પણ રહ્યો.

Image Source

આજે આર્યાનું વજન એકદમ ઘટી ગયું છે, 4 વર્ષમાં તેને 110 કિલો જેવું વજન ઘટવું છે, આ માટે કસરત અને ડાયેટ સાથે તેની કેટલીક સર્જરી પણ કરવામાં આવી હતી, હજુ પણ તેના શરીરનું વજન તો ઘટી ગયું છે પરંતુ વધેલા વજનના કારણે શરીર ઉપર વધારાની ચરબી યુક્ત ચામડી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Ade Rai (@ade_rai) on

આર્યાના માતા-પિતા પણ આર્યાના વજન ઘટવાના કારણે ખુશ છે, સાથે તેમને ટ્રેનરનો પણ આભાર માની તેમની પણ પ્રસંશા કરી છે, હજુ આર્યાની બીજી બે સર્જરી કરાવવામાં આવશે ત્યારબાદ આર્યા સામાન્ય લોકો જેવો જ દેખાઈ શકશે.

 

View this post on Instagram

 

A post shared by Ade Rai (@ade_rai) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.