ખબર

અહીંયા ફરીથી સરકાર લગાવી શકે છે લોકડાઉન, લગ્નમાં ફક્ત 50 લોકોને જ બોલાવવાની પરવાનગી

કોરોના વાયરસનું સંક્રમણ દુનિયાભરમાં ફેલાઈ રહ્યું છે ત્યારે આપણા દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોનાનું સંક્ર્મણ સતત વધી રહ્યું છે. આ બાબતે ચિંતા વ્યક્ત કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેટલાક સખ્ત નિર્ણયો લીધા છે.

Image Source

કેજરીવાલના જણાવ્યા પ્રમાણે દિલ્હીના બજારમાં ફરી એકવાર લોકડાઉન પણ લાગી શકે છે. તેના માટેનો પ્રસ્તાવ તેમને એલજીને પણ મોકલી આપ્યો છે. કારણ કે કેન્દ્ર સરકારની મંજૂરી વગર લોકડાઉન લગાવવું શક્ય નથી.

Image Source

કેજરીવાલે જણાવ્યું કે કોરોના સંક્ર્મણના મામલાઓ હાલમાં વધતા હોવાના કારણે લગ્નની અંદર મહેમાનોની સંખ્યા હવે 200ની બદલે 50 જ કરી દેવામાં આવી છે. થોડા સમય પહેલા જયારે કોરોના સંક્રમણનો પ્રકોપ ઓછો થયો ત્યારબાદ લગ્નમાં મહેમાનોની સંખ્યા 50ના બદલે 200 કરી દેવામાં આવી હતી. તેનો પ્રસ્તાવ પણ એલજીને મોકલી દેવામાં આવ્યો છે.

Image Source

દિવાળીના સમયમાં વધારે પ્રમાણમાં બજારની અંદર ભીડ પણ જોવા મળી હતી જેના કારણે કોરોના સંક્ર્મણમાં વધારો નોંધાયો છે અને સંક્ર્મણ પણ ઝડપથી ફેલાયું છે. તેમ જણાવતા કેજરીવાલે કેન્દ્રને પણ પ્રસ્તાવ મોકલી દીધો છે કે જો જરૂરિયાત લાગે તો બજારની અંદર ફરીવાર લોકડાઉન લગાવવાની અનુમતિ આપે.

Image Source

કેજરીવાલે કોરોના મહામારીના મુશ્કેલ સમયમાં સાથ આપવા માટે કેન્દ્ર સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. કેજરીવાલે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કોરોનાને હરાવી શકશે.