રામાનંદ સાગરના “રામાયણ”ના લંકેશ સાથે “આદિપુરુષ”ના રાવણની સરખામણી ના થઇ શકે…. રિયલ લાઈફમાં પણ લોકો કહેતા લંકેશ..

રામાયણમાં સીતા હરણના સીન બાદ અરવિંદ ત્રિવેદીને થયો હતો પસ્તાવો, જનતા સમક્ષ માંગી હતી માફી, જુઓ વીડિયો

Arvind Trivedi felt sorry for Sitaharan’s scene : હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ આદિપુરુષ સતત વિવાદોમાં ચાલી રહી છે. ફિલ્મના ડાયલોગ ઉપરાંત તેના VFX અને પાત્રોને લઈને પણ લોકોમાં વિરોધના સુર છે. એ પછી હનુમાન હોય કે લંકાપતિ રાવણ. આ બધા વચ્ચે હવે દર્શકો રામાનંદ સાગરના રામાયણ અને તેના પાત્રો વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં તેની સરખામણી પણ કરી રહ્યા છે.

આદિપુરુષના રાવણને જોઈને હવે દર્શકોને રામાનંદ સાગરની રામાયણમાં રાવણનું પાત્ર ભજવી ચૂકેલા દિવંગત અભિનેતા અરવિંદ ત્રિવેદીની યાદ પણ આવી રહી છે. જેને ધારાવાહિક બાદ પણ રિયલ લાઈફમાં લંકેશની ઉપાધિ મળી હતી. અરવિંદ ત્રિવેદીએ રામાયણમાં રાવણના પાત્રને અમર કરી દીધું હતું. તેમના અભિનયના કરોડો લોકો દીવાના હતા.

અરવિંદ ત્રિવેદી ભલે રામાયણમાં રાવણની ભૂમિકા નિભાવતા હોય પરંતુ તેઓ એક સાચા રામભક્ત હતા. તેમને પૂજ્ય મોરારી બાપુના હાથે પોતાના ઘરમાં રામની પ્રતિમા પણ સ્થાપિત કરાવી હતી. શૂટિંગ સેટ ઉપરથી પણ પોતાનું પાત્ર નિભાવીને જયારે તેઓ ઘરે આવતા ત્યારે રામની પ્રતિમા સામે બે હાથ જોડીને માફી પણ માંગતા હતા. કારણે શૂટિંગ દરમિયાન રાવણના પાત્રમાં તે રામને ઘણા અપમાનજનક શબ્દો બોલતા હતા.

આ બાબતે અરવિંદ ત્રિવેદીએ જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, “જ્યારે હું સિરિયલમાં રાવણનું પાત્ર ભજવતો ત્યારે શૂટિંગમાં જતા સમયે રામના ફોટાની પૂજા કરતો હતો. તમે જે પાત્ર ભજવો છો એનો પણ આદર કરવો જોઈએ અને તેથી જ હું રાવણની પૂજા કરતો હતો.” આ રીતે અરવિંદ ત્રિવેદી પોતાના પાત્રને પણ વરેલા હતા.

આ ઉપરાંત અરવિંદ ત્રિવેદીએ જયારે રામાયણમાં માતા સીતાનું અપહરણ કર્યું હતું, ત્યારે પણ તેમને એ વાતનો ખુબ જ પછતાવો થયો હતો. તેમને શ્રી રામની માફી પણ માંગી હતી અને જાહેરમાં આવીને પણ તેમને લોકોની માફી માંગતા કહ્યું હતું કે, “ભલે મેં અભિનય અને પાત્ર માટે આ કર્યું હોય, પરંતુ આ વાતનો પસ્તાવો મને આખી જિંદગી રહેશે.”

Niraj Patel