ખબર મનોરંજન

વાયરલ થઇ રહ્યા હતા રામાયણના રાવણ અરવિંદ ત્રિવેદીના મૃત્યુના સમાચાર, ભત્રીજાએ જણાવી હકીકત

લોકડાઉનમાં પુનઃ પ્રસારણ થયેલા રામાયણને કરોડો લોકોએ નિહાળ્યું તેમજ તેના પાત્રો વિષે પણ સોશિયલ મીડિયામાં ઘણું બધું જાણવા મળ્યું, ત્યારે તેમના વિશે સોશિયલ મીડિયામાં ઘણા મીમ પણ ચાલુ હતા. આ સાથે જ રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી વિષે પણ ઘણું બધું જાણવા મળ્યું.

Image Source

પરંતુ હાલમાં સોશિયલ મીડિયા ઉપર એવી અફવા ફેલાઈ રહી હતી કે તેમનું નિધન થયું છે. રવિવારે આખો દિવસ સોશિયલ મીડિયા ઉપર એ સમાચાર ચાલી રહ્યા હતા કે રામાયણમાં રાવનો અભિનય કરનાર આભિનતા અરવિંદ ત્રિવેદીનું નિધન થયું છે. અને પછી આ અફવાઓનું ખંડન તેમના ભત્રીજાએસોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને કર્યું હતું.

Image Source

અરવિંદ ત્રિવેદીના ભત્રીજા કૌસ્તુભે ટ્વીટ કરીને જણાવ્યું કે : પ્રિય સર્વજન, મારા કાકા અરવિંદ ત્રિવેદી લંકેશ, સંપૂર્ણ રીતે ઠીક છે અને સુરક્ષિત છે. તમને અનુરોધ છે કે આવી જૂઠી ખબરો ફેલાવવાનું બંધ કરો, અને કૃપા કરીને તે સકુશળ છે તેવી ખબરો ફેલાવો. ધન્યવાદ”

ટીવી ઉપર હવે 3 તારીખથી શ્રી કૃષ્ણા ધરાવહિકનું પણ પન પ્રસારણ શરૂ થયું છે ત્યારે રવિવારે અરવીન્દ ત્રિવેદીએ પણ ટ્વીટ કર્યું હતું, અને શ્રી કૃષ્ણમાં કૃષ્ણનો અભિનય કરનાર સર્વદમન બેનર્જી માટે ટ્વીટ કરતા લખ્યું હતું: “જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું!!”

ગયા મહિને જ ટ્વીટર ઉપર અભિનેતા અરવિંદ ત્રિવેદી જોડાયા હતા અને તેમને પહેલી જ ટ્વીટ કરીને લખ્યું હતું કે “છેલ્લે હું પણ ટ્વીટર ઉપર જોડાઈ ગયો.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.