મનોરંજન

એવું તો શું કારણ હતું કે શૂટિંગમાં અરવિંદ ત્રિવેદી ના મારી શક્યા હેમા માલિનીને થપ્પડ, જાણો ખુબ જ મજેદાર પ્રસંગ

ટીવી પર પ્રસારિત થનારા રામાનંદ સાગરના “રામાયણ”ના રાવણે આ દુનિયામાંથી હંમેશ માટે વિદાય લઇ લીધી છે. ગઈકાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમનું મુંબઈમાં તેમના ઘરે નિધન થઇ ગયું. અરવિંદ ત્રિવેદીને રામાયણમાં કરેલા રાવણના અભિનય માટે આજે દરેક ઘરમાં ઓળખવામાં આવે છે.

આ ધારાવાહિક ઉપરાંત પણ અરવિંદ ત્રિવેદીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. એવી જ એક ફિલ્મ હતી “હમ તેરે આશિક હે” આ ફિલ્મની અંદર એક સમ્યન્નમી સુપરહિટ અભિનેત્રી હેમા માલિની મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મના ડાયરેક્ટર પ્રેમ સાગર દ્વારા ફિલ્મ “હમ તેરે આશિક હે”ને લઈને અરવિંદ ત્રિવેદીના નિધન બાદ એક મજેદાર ખુલાસો કરવામાં આવ્યો છે.

આ ખુલાસો અરવિંદ ત્રિવેદી સાથે જ જોડાયેલો હતો. પ્રેમ સાગરે કહ્યું કે, “અરવિંદને ફિલ્મમાં હેમા માલિનીને એક થપ્પડ મારવાની હતી અને આ એક સીન શૂટ કરવા માટે તેમને 20 ટેક લેવા પડ્યા હતા સાથે જ અરવિંદને આ શોટ માટે મનાવવા પણ પડ્યો હતો ત્યારે જઈને આ સીન ફાઇનલ બનાવી શકાયો.”

તમને જણાવી દઈએ કે ફિલ્મ “હમ તેરે આશિક હે” વર્ષ 1979માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મને રામાનંદ સાગરે લખી હતી. જેમાં જીતેન્દ્ર અને અમજદ ખાન મુખ્ય ભૂમિકામાં હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રેમ સાગરે અરવિંદ ત્રિવેદીને સૌથી પહેલા ગુજરાતી થિયેટરમાં પર્ફોમ કરતા જોયા હતા.

પ્રેમ સાગર કહેતા હતા કે અરવિંદ હેમાને થપ્પડ મારતા એટલા માટે ડરી રહ્યા હતા કારણ કે તે એક ખુબ જ મોટી અભિનેત્રી હતી. પરંતુ બધાએ તેમને સમજાવ્યું કે તમે એ ભૂલી જાવ કે હેમા બહુ જ મોટી અભિનેત્રી છે. ત્યારે જઈને અરવિંદનો આ શોટ શૂટ કરી શકાયો હતો. અરવિંદ ત્રિવેદીએ રામાયણમાં રાવણના રોલને પણ બહુ જ સારી રીતે નિભાવ્યો હતો.