નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રીની ફિલ્મ “ધ કાશ્મીર ફાઇલ્સ” બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, દર્શન કુમાર, પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી જેવા સ્ટાર્સે કામ કર્યું છે. હજારો અને લાખો લોકો આ ફિલ્મ જોવા જઈ રહ્યા છે. કાશ્મીર ફાઇલ્સ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. તો ત્યાં સ્ટાર્સના કામની પણ ઘણી પ્રશંસા થઈ રહી છે. ફિલ્મ ધ કાશ્મીર ફાઇલને દેશના ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. હરિયાણાથી લઈને ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, ગોવા, ત્રિપુરા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ આ યાદીમાં સામેલ છે. ત્યારે હજુ પણ ઘણા રાજ્યોમાંથી તેને ટેક્સ ફ્રી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
ત્યારે હવે આ વચ્ચે CM અરવિંદ કેજરીવાલે ગુરુવારે દિલ્હી વિધાનસભામાં ફિલ્મને કરમુક્ત બનાવવાની તેમની માંગને લઈને ભાજપ પર નિશાન સાધ્યું હતું. અરવિંદ કેજરીવાલે કહ્યું કે 8 વર્ષ સુધી કેન્દ્ર સરકાર ચલાવ્યા પછી જો કોઈ દેશના પીએમને વિવેક અગ્નિહોત્રીનો આશરો લેવો પડે તો તેનો અર્થ એ છે કે કોઈ કામ થયું નથી, આટલા વર્ષો બગડી ગયા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ બીજેપી લોકો કહી રહ્યા છે કે કાશ્મીર ફાઇલસ્ને ટેક્સ ફ્રી કરો, આ ફિલ્મ યુટ્યુબ પર મૂકો, આખી ફિલ્મ ફ્રી થઈ જશે. કેજરીવાલે એમસીડી ચૂંટણીને લઈને પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં કાશ્મીર ફાઇલને ટેક્સ ફ્રી બનાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેજરીવાલે કહ્યું- ‘તમે ટેક્સ ફ્રી કેમ કરો છો? અરે યુટ્યુબ પર મુકો તે ફ્રી હશે. તમે તેને ટેક્સ ફ્રી કેમ કરો છો? જો તમને આટલું ગમે છે, તો વિવેક અગ્નિહોત્રીને કહો યુટ્યુબ પર મુકે. બધા જોશે. ટેક્સ ફ્રીની શું જરૂર છે?
BJP wants #TheKashmirFiles to be tax free.
Why not ask @vivekagnihotri to upload the whole movie on YouTube for FREE?
-CM @ArvindKejriwal pic.twitter.com/gXsxLmIZ09
— AAP (@AamAadmiParty) March 24, 2022
આ સિવાય કેજરીવાલે બીજેપી નેતાઓને ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સનું પ્રમોશન રોકવા માટે કહ્યું હતું. કાશ્મીર ફાઇલ્સ સિવાય અરવિંદ કેજરીવાલે ફિલ્મ બંટી ઔર બબલીનો પણ ઉલ્લેખ કર્યો હતો. ધ કાશ્મીર ફાઇલ્સની વાત કરીએ તો આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.