મોડાસા પાસે બુલેટ-કારની થઇ જોરદાર ટક્કર, ત્રણના કમકમાટીભર્યા મોત- મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હાઇવે

માસી-ભાણિયા સહિત ત્રણનાં મોત, બુલેટ લક્ઝરી કાર સ્કોડાની પથારી ફેરવી નાખી, જુઓ તસવીરો

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોના કિસ્સાઓ સામે આવે છે, જેમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે આજકાલ તો વાહનોની તેજ રફતારના કારણે થતા અકસ્માતી ઘણી ખબર સામે આવે છે અને આવી ઘટનામાં કેટલાક નિર્દોષ વાહન સવારોના પણ મોત નિપજતા હોય છે. હાલમાં એક દર્દનાક અકસ્માતની ખબર સામે આવી રહી છે, જે મોડાસાના રાસલપુર પાસેની છે.

એક કાર ચાલકે સામેથી આવી રહેલા બુલેટને અડફેટે લીધુ હતુ અને તેને કારણે બુલેટ પર સવાર 4 લોકો પૈકી 3ના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. આ ઉપરાંત એક બાળકી ગંભીર ઇજાગ્રસ્ત થતા તેને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મોડાસાના રાસુલપુર પાસે ગઇકાલે એટલે કે 22 ફેબ્રુઆરીએ સવારે નવ વાગ્યા આસપાસ એક વ્યક્તિ પરિવાર સાથે બહાર જવા નીકળ્યા તે સમયે એક પુરપાટ ઝડપે આવતી કારના ડ્રાઇવરે બુલેટને જોરદાર ટક્કર મારી,

જેને કારણે બુલેટ પર સવાર નાના બાળકો સહિત ચાર લોકોમાંથી ત્રણના ઘટના સ્થળે જ મોત નિપજ્યા આ ઉપરાંત એક બાળકી ગંભીર ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ. એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજતા પરિવાર સહિત ગામમાં પણ કલ્પાંત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માત બાદ સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

આ મામલે હાલ તો સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતકોમાં માસી અને ભાણિયા સહિત ત્રણ લોકોનો સમાવેશ થાય છે. આ ગોઝારો અકસ્માત જે કાર દ્વારા સર્જાયો તે સિલ્વર રંગની હતી અને કારના હેન્ડલ પર ગુલાબી રંગની ચૂંદડી પણ દેખાઇ રહી હતી, જેને કારણે લાગ્યુ કે તે કોઇ સારા પ્રસંગમાંથી આવી હતી.

Shah Jina