દુઃખદ: કેદારનાથ પછી ફરી અહીંયા થઇ ગયું હેલિકોપ્ટર ક્રેશ, 2 લાશ મળી આવી, જુઓ તસવીરો

ભારતીય સેનાનું એટેક હેલિકોપ્ટર ‘રુદ્ર’ અરુણાચલ પ્રદેશમાં ચીનને અડીને આવેલા LAC પર ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં બે પાયલટ સહિત કુલ 5 લોકો સવાર હતા. 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. બાકીના 3 માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. અરુણાચલ પ્રદેશના સિયાંગમાં આજે એટલે કે શુક્રવારના રોજ મોટો અકસ્માત થયો હતો. આર્મીનું હેલિકોપ્ટર રૂદ્ર સિંગિંગ ગામ પાસે ક્રેશ થયું હતું. આ સ્થળ ટુટીંગ હેડક્વાર્ટરથી 25 કિમી દૂર છે. હેલિકોપ્ટરે લોઅર સિયાંગ જિલ્લાના લેકાબલી થી ઉડાન ભરી હતી અને તેમાં બે પાઈલટ સહિત 5 લોકો સવાર હતા.

ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને બેના મૃતદેહ પણ સ્થળ પરથી મળી આવ્યા છે. ત્રીજાની શોધ હજુ ચાલુ છે. ગુવાહાટી ડિફેન્સ પીઆરઓ અનુસાર, આર્મીનું હેલિકોપ્ટર ટુટિંગથી 25 કિમી દૂર સિંગિંગ ગામ પાસે ક્રેશ થયું હતું. જ્યાં આ અકસ્માત થયો છે, તે રોડથી જોડાયેલ નથી. જોકે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, આર્મી એવિએશન કોર્પ્સનું ALH-WSI હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશમાં સવારે 10.43 વાગ્યે ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટર આસામના લેકાબલી મિલિટરી સ્ટેશનથી નિયમિત ઉડાન ભરી હતી. 

રુદ્ર હેલિકોપ્ટર

હેલિકોપ્ટરને શોધવા માટે આર્મી અને એરફોર્સની સંયુક્ત ટીમ તૈનાત કરવામાં આવી છે. સ્વદેશી ALH હેલિકોપ્ટરમાં હથિયાર સ્થાપિત કર્યા બાદ તેને ALH-WSI એટલે કે વેપન સિસ્ટમ ઈન્ટિગ્રેટેડ નામ આપવામાં આવ્યું છે. સેનાએ તેને ‘રુદ્ર’ નામ પણ આપ્યું છે અને તે એક કોમ્બેટ એટલે કે એટેક રોલ હેલિકોપ્ટર છે.હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ એક સ્થાનિક વીડિયો સામે આવ્યો છે, જેમાં દૂરના પહાડ પરના ગાઢ જંગલમાં ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. જો કે સેના દ્વારા આ વીડિયોની પુષ્ટિ કરવામાં આવી નથી. 

ઉલ્લેખનીય છે કે, આ જ મહિને 5 ઓક્ટોબરના રોદ અરુણાચલ પ્રદેશના તવાંગમાં આર્મીનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. સવારે 10:00 વાગ્યાની આસપાસ નિયમિત ફ્લાઇટ દરમિયાન તે ક્રેશ થયો હતો. ચિતા હેલિકોપ્ટરમાં બે પાયલટ હતા. દુર્ઘટના પછી, બંનેને નજીકની સૈન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર રીતે ઘાયલ પાયલોટ લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

Shah Jina