ટેલિવિઝનનો એક જમાનો એવો હતો જયારે આટલી બધી ટીવી ચેનલ, ધારાવાહિક અને ફિલ્મો આવી નહોતી ત્યારે લોકો માટે મનોરંજનનું એક માત્ર સાધન હતું દૂરદર્શન, દૂરદર્શન ઉપર આવતા ઘણા શૉના નામ આજે પણ એટલા જ વખણાય છે. એમાંની એક ધારાવાહિક રામાયણથી આજે ઘર ઘરમાં લોકો પરિચિત છે. આજે પણ આ ટીવી સીરિયલના પાત્રો આંખો સામે ઉભા દેખાય છે.
View this post on Instagram
રામાયણ જયારે ટીવી પર પ્રસારિત કરવામાં આવતી હતી ત્યારે લોકો પોતાના કામકાજને છોડીને એ ધારાવાહિક નિહાળવા માટે બેસી જતા હતા અને એટલું જ નહિ ટીવી પાર આવતા પાત્રોને જોઈને ટીવી સામે બેસી નમન પણ કરતા હતા અને ફૂલ અને માળાઓ પણ ટીવી ઉપર જ ચઢાવતા હતા.
View this post on Instagram
આ ટીવી સીરિયલમાં એક પાત્ર આજે પણ લોકોના હૈયામાં વસેલું છે અને એ પાત્ર છે રામનું. મર્યાદા પુરુષોત્તમ રામને લોકો આદર્શ માને છે અને એ ધારાવાહિકમાં રામનું પાત્ર ભજવતા અરુણ ગોવિલને પણ લોકો સાચા રામ માનતા હતા, આ વાત એક ઇન્ટરવ્યૂ દરમિયાન અરુણે જ જણાવી હતી. તેને કહ્યું હતું કે “રામાયણના શૂટિંગ દરમિયાન ચાહકો તેમને આવીને પગે પણ લાગતા હતા.”
View this post on Instagram
અરુણ ગોવિલે રામાયણ પહેલા પણ ઘણી હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલમાં કામ કર્યું હતું પરંતુ તેને સાચી ઓળખ તો રામાયણમાં રામના પાત્ર પછી જ મળી, અરુણ ભારતના દરેક ઘરમાં ઓળખાવવા લાગ્યા, પરંતુ રામાયણ બાદ તે ટીવી જગતમાં ખાસ નજર નથી આવ્યા, આ ધારાવાહિક બાદ તેમને એવો કોઈ રોલ મળ્યો નહિ જેના કારણે તેમને એટલી નામના મળી શકે, અને તેઓ પ્રોડક્શન સાથે જોડાઈ ગયા, હાલમાં તે દૂરદર્શન માટે ધારાવાહિક બનાવવાનું કામ કરી રહ્યા છે.
View this post on Instagram
રમાનંદન સાગર દ્વારા તૈયાર કરવામાં આવેલા રામાયણમાં કામ કરવું અરુણ માટે એટલું સહેલું નથી, જયારે અરુણ રામના અભિનય માટે રામાનંદ સાગરને વાત કરવા માટે ગયા ત્યારે તેઓ રિજેક્ટ થયા હતા કારણ કે રામાનંદ સાગર ઇચ્છતા હતા કે રામના પાત્રને ભજવતી વ્યક્તિ પણ નિર્વ્યસની હોવી જોઈએ, અને અરુણને સિગારેટની આદત હતી, અરુણે પોતાની આ આદત છોડી દીધી અને ત્યારબાદ ક્યારેય સિગારેટને હાથ નહોતો લાગાવ્યો.
View this post on Instagram
અરુણ ગોવિલના પરિવારની તસવીરો પણ અવાર અવાર સામે આવતી હોય છે. તેમને અભિનેત્રી શ્રી લેખા સાથે લગ્ન કર્યા હતા, તેમને બે બાળકો પણ છે જેમાં એક દીકરો અને એક દીકરી છે. તેમના દીકરા અમરના લગ્ન થઈ ગયા છે પણ દીકરી સોનિક હજુ કુંવારી છે.
View this post on Instagram
અરૂણની દીકરી સોનિકા પોતાનો અભ્યાસ પૂર્ણ કરી અને નોકરી કરી રહી છે. તેને જોતા તે કોઈ અભિનેત્રીથી કમ નથી લાગી રહી, તે ટીવી જગતથી ઘણી જ દૂર છે. હાલમાં તે એક શેર કંપનીમાં પ્લાનિંગ એક્ઝિક્યુટિવની પોસ્ટ ઉપર કામ કરી છે.
View this post on Instagram
હાલમાં જ કપિલ શર્મા શોની અંદર રામાયણના પાત્રો મહેમાન બનીને આવ્યા હતા, જેમાં રામનું પાત્ર બજવનાર અરુણ ગોવિલ, સીતાના પાત્રમાં કામ કરનાર દીપિકા ચીખલીયા અને લક્ષ્મણનો અભિનય કરનાર સુનિલ લહેરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ શોની અંદર જ રામાયણ ધરાવહિકને લઈને કેટલીય વાતો પણ સામે આવી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.