રામલીલા દરમિયાન રામનો રોલ પ્લે કરી રહેલા કલાકારનું હાર્ટ એટેકથી મોત

દિલ્હીના શાહદરા વિસ્તારના વિશ્વકર્મા નગરમાં રામલીલા દરમિયાન ભગવાન રામનું પાત્ર ભજવી રહેલા એક કલાકારનું હૃદયરોગના હુમલાથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. કલાકારને હાર્ટ એટેક ત્યારે આવ્યો જ્યારે તે સ્ટેજ પર ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો હતો. મૃતકનું નામ સુશીલ કૌશિક હોવાનું અને તે વ્યવસાયે પ્રોપર્ટી ડીલર હોવાનું સામે આવ્યુ છે.

એવું પણ સામે આવ્યુ છે કે તે ભગવાન રામનો ભક્ત હતો અને રામલીલામાં ભગવાન રામની ભૂમિકા ભજવતો હતો. સુશીલ કૌશિક શાહદરાના વિશ્વકર્મા નગર વિસ્તારના શિવ ખંડનો રહેવાસી હતો. 45 વર્ષીય સુશીલ કૌશિક સ્ટેજ યોગ્ય રીતે સંવાદો બોલી રહ્યો હતો અને આ દરમિયાન અચાનક હૃદય પર હાથ રાખી સ્ટેજની પાછળ જતો રહ્યો.

Image Source

પોલીસના જણાવ્યા અનુસાર, સુશીલને સ્ટેજ પર હાર્ટ એટેક આવ્યો હતો. જો કે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત થયુ. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે સુશીલ કૌશિક ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો હતો અને એટલામાં હૃદયમાં દુખાવો થતા તે હાથ રાખી અચાનક સ્ટેજની પાછળ જાય છે.

Shah Jina