ફિલ્મી દુનિયા

સુશાંતની આત્મહત્યાનું દુઃખ સહન નથી કરી શકતી અંકિતા લોખંડે, નજીકની મિત્ર આરતીએ જણાવી હકીકત

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન રવિવારના રોજ પોતાના જ ઘરમાં આત્મહત્યા કરીને પોતાનું જીવન તણકાવી દિધું જેના કારણે આખો દેશ સદમામાં છે, તેના પરિવકરજનોની સાથે તેના નજીકના મિત્રો પણ ઊંડું દુઃખ અનુભવી રહ્યા છે, સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે પણ તેની આત્મહત્યાથી ખુબ જ દુઃખી થયેલી જોવા મળી રહી છે, સુશાંતની આત્મહત્યાને 20 દિવસ કરતા પણ વધુ સમય વીતી ગયો છે. છતાં પણ અંકિતાની હાલત દિવસેને દિવસે ખરાબ થઇ રહી છે. આ વાત તેની નજીકની જ એક મિત્ર આરતી સિંહે જણાવી હતી.

Image Source

અંકિતની નજીકની મિત્ર અને બિગ બોસ સીઝન 13ની કન્ટેસ્ટન્ટ આરતી સિંહ હાલમાં જ અંકિતા ની હાલત વિષે જણાવ્યું હતું.,એક મીડિયા સાથે વાત કરતા આરતીએ જણાવ્યું કે: “તે સુશાંતને અંકિતાના દ્વારા જ ઓળખતી હતી, તે બહુ જ સારો માણસ હતો અને હંમેશા મોટીવેટ કરતો રહેતો હતો.” સુશાંતના મૃત્યુ બાદ આરતીએ અંકિતાને ફોન કર્યો હતો.

Image Source

આરતીએ જણાવ્યું કે અંકિતા હજુ પણ સારી નથી, તે હજુ પણ થોડો સમય એકલા રહેવા માંગે છે.  તેને પોતાની જાતને સાચવવા માટે હજુ પણ થોડા વધુ  જરૂર છે. આરતીએ એમ પણ જણાવ્યું કે હજુ અંકિતાને થોડો વધુ સમય આપવો જોઈએ.

Image Source

સુશાંત અને અંકિતની પહેલી મુલાકાત એકતા કપૂરના ટીવી શો “પવિત્ર રિશ્તા”ના સેટ ઉપર થઇ હતી, આ બંને લગભગ 6 વર્ષ સુધી એકબીજાને પ્રેમ કરતા રહ્યા, બંને લગ્ન કરવાનું પણ વિચારી રહ્યા હતા, પરંતુ બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.