જ્યોતિષ શાસ્ત્ર

2021નું વર્ષ આ 6 રાશિઓને કરશે માલામાલ- જાણો ક્યાંક તમારી રાશિતો નથી ને

કોરોના વાયરસ મહામારીને કારણે વર્ષ 2020માં ઘણા લોકો માટે ખરાબ સાબિત થયું છે. વર્ષ 2020,આ લોકડાઉનને કારણે લોકોને નોકરી અને ધંધા ગુમાવવાનો વારો આવ્યો છે. વર્ષ 2020 પૈસાના મામલે ઉતાર-ચડાવ ભર્યું રહ્યું છે. જેનાથી ઘણા લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. હવે વર્ષ 2021 શરૂ થઇ ગયા બાદ લોકો સારા દિવસોની ઈચ્છા રાખી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વર્ષ 2021માં આ 6 રાશિના જાતકોને આર્થિક સમસ્યા ખતમ થઇ જશે. આ સાથે જ કમાણી પણ વધશે.

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકોને 2021માં પ્રમોશન થઇ શકે છે. સેલેરી વધવાના પણ ચાન્સ જોવા મળી રહ્યા છે. આ સિવાય સંપત્તિ મળવાના યોગ પણ બની રહ્યા છે. આ વર્ષ દરમિયાન તમારું બેન્ક બેલેન્સ વધશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકો માટે આ વર્ષ એટલે કે 2021 આર્થિક રીતે મધ્યમ રહેશે. નોકરી અને ધંધામાં સાધારણ ફાયદો રહેશે. આ વર્ષ દરમિયાન એક વાત સારી થશે કે તમે દેણામાંથી મુક્તિ મેળવી શકો છો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકોની 2021માં આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. વર્ષ 2021માં તમારી ઘણી જરૂરીયાત પુરી થશે. પૈસા રોકાણ મામલે થોડી સાવધાની રાખો.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકોને 2021ની શરૂઆતમાં જ ફાયદો થશે. જાન્યુઆરીથી એપ્રિલ સુધી ધનલાભ થવાના યોગ બની રહ્યાં છે. આ વર્ષ દરમિયાન ક્યાંકથી ફસાયેલા પૈસા પણ મળી શકે છે, જૂન મહીના બાદ ખર્ચમાં વધારો થઇ શકે છે.
5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકોનું વર્ષ 2021નું વર્ષ સારું રહેશે. આ વર્ષ આ રાશિના જાતકોને પૈસાની કમી નહીં આવે. આ વર્ષ દરમિયાન તમે બધા જ કામ પુરા કરી શકશો. આ વર્ષ દરમિયાન તમારી પ્રોપટી ખરીદવાના યોગ પણ બની રહ્યા છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકોને 2021માં સંપત્તિ લાભના યોગ બની રહ્યા છે. પૈસા વધવાને લઈને ખર્ચમાં પણ વધારો થશે જે તમારા માટે સમસ્યા કરી શકે છે. આ વર્ષ કોઈ કારણ વગરના ખર્ચ ઉપર ધ્યાન આપો.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકોને આ વર્ષ પૈસાના મામલે થોડી સમસ્યા રહેશે. જરૂરિયાત મુજબ પૈસાની કમાણી કરી શકો છો. તુલા રાશિના જાતકોએ સંપત્તિ ખરીદવા અને વેચવામાં સાવધાની રાખો. આ રાશિના જાતકોએ આ વર્ષ દરમિયાન વિવાદિત સંપત્તિ અને કોર્ટના મામલામાં પડતા પહેલા બચવું સારું રહેશે.
8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકોને વર્ષ 2021 દરમિયાન આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. બાદમાં સ્થિતિ સારી રહેશે. વર્ષના અંતમાં દેણામાંથી મુક્તિ મળશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકોની સ્થિતિ 2020 કરતા સારી રહેશે. કમાણીના નવા સ્ત્રોત ઉત્પ્ન્ન થશે. સંપત્તિ મળવાના યોગ બની રહ્યા છે. નવા વર્ષે લાંબા સમયથી ચાલી રહેલા દેણામાંથી છુટકારો મળશે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકો માટે આ વર્ષ એટલે કે 2021માં નોકરી અને ધંધામાં સફળતા મળશે. આ સાથે જ પૈસા મળવાના પણ યોગ બની રહ્યા છે. આ વર્ષ કોઈ પણ રોકાણ સમજી વિચારીને કરો. પૈસા કમાવવા માટે કોઈ શોર્ટકોર્ટના અપનાવો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ વર્ષે આ રાશિના જાતકોને ધનના યોગ બની રહ્યા છે. જૂન મહિનામાં સંપત્તિમાં પણ લાભ થઇ શકે છે. આ વર્ષે તમારે ખર્ચ પણ પર ધ્યાન આપવાની જરૂર છે. કોશિશ કરો કે કોઈ દેણું ના કરવું પડે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકોએ વર્ષ 2021માં ધનના મામલે ઉતાર-ચડાવ જોવી પડશે. આ વર્ષ તમારે બચત પર વધુ ધ્યાન આપવું પડશે. મુશ્કેલ સમયમાં આ જ પૈસા કામ આવશે.