ખબર

અમદાવાદ: દીકરીને જોઈને પિતા પણ રડી પડ્યા, જયારે દીકરીએ કહ્યું, “પપ્પા મારે પણ રમવું છે”

દરેક માતા પિતા માટે પોતાનું બાળક વ્હાલસોયું હોય છે. પછી બાળક ભલે શારીરિક કે માનસિક ખોળ ખાંપણ વાળું જ કેમ ના હોય, બાળક પ્રત્યેના પ્રેમમાં કોઈ ઉણપ નથી આવતી. પરંતુ ક્યારેક બાળકમાં રહેલી શારીરિક ખોળ ખાંપણ કે કોઈ બીમારી માતા-પિતાની આંખોમાં પણ આંસુ લાવી દે છે.

આવું જ કંઈક જોવા મળ્યું છે 4 વર્ષની આર્શીયાના પિતા સાથે. જેને જન્મથી જ સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની બીમારી છે અને જયારે તેને કહ્યું કે પપ્પા મારે પણ રમવું છે ત્યારે તેના પિતાની આંખોમાં પણ આંસુઓ આવી ગયા હતા.

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતા એક શિક્ષક હુમાયું ચંદનવાલાની 4 વર્ષની દીકરી આર્શીયા સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની બીમારીથી પીડાઈ રહી છે. તેના પિતાએ જણાવ્યું હતું કે તે 14 મહિનાની થઇ ત્યાં સુધી તે પોતાની જાતે વળાંક પણ નહોતી લઇ શકતી.

ખાસ વાત તો એ છે કે આર્શીયા જે બીમારીથી પીડાઈ રહી છે તેની સારવાર ભારતમાં ઉપલબ્ધ જ નથી. આ સારવાર અમેરિકાની અંદર થાય છે અને તેનો ખર્ચ પણ સામાન્ય માણસના ખિસ્સા બહાર છે. અમેરિકામાં આ રોગની સારવાર માટે 14 કરોડનો ખર્ચ થાય છે.