મનોરંજન

અભિનવ શુકલાને અર્શી ખાને કહ્યું કે- ઇચ્છો તો પિતા બનાવી શકું તમને, પત્ની રૂબીનાએ આપ્યું કંઈક આવું રિએક્શન

બિગબોસમાં છે આવી ગંદકી, અર્શી ખાને કહ્યું કે- ઇચ્છો તો પિતા બનાવી શકું તમને, પત્નીએ આપ્યું કંઈક આવું રિએક્શન

બિગબોસ 14ને ધમાકેદાર અને રસપ્રદ બનાવવા માટે સીઝન 11ની અર્શી ખાન શોમાં પરત ફરી છે. શોમાં એન્ટ્રી કરતા જ તેને રૂબીના દિલૈકના પતિ એટલે કે અભિનવ શુકલા સાથે ફ્લર્ટ કરતી નજરે ચડી હતી. જેનાથી જોડાયેલો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. જેમાં અર્શી ખાન અભિનવ પર લાઈન મારતી નજરે ચડી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ARSHI KHAN AK (@arshikofficial)

વીડિયોમાં જોઈ શકાય છે કે,અર્શી,અભિનવને હાથ મિલાવી રહી છે અને કહે છે કે તું ફક્ત મારો છે. જે બાદ કહે છે કે, હું બ્રેકઅપ કરીને આવી છું. એક તરફ ઘરવાળી અને બીજી તરફ બહાર વાળી. અભિનવ તું ખુદને કેવી રીતે બચાવી શકીશ. હું તને પિતા પણ બનાવી શકું છું. અર્શીની વાત સાંભળીને અભિનવ શરમાઈ જાય છે. અર્શી હસતા-હસતા કહે છે કે, આની તો હું જિંદગી બરબાદ કરી દઈશ.

 

View this post on Instagram

 

A post shared by ARSHI KHAN AK (@arshikofficial)

વાયરલ થયેલા આ વીડિયો પર લોકો પણ જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, જો આ સિઝનમાં હિતેન ન હોય તો અર્શી અભિનવમાં જ હિતેન જોવે છે.

 

View this post on Instagram

 

A post shared by ARSHI KHAN AK (@arshikofficial)

જણાવી દઈએ કે, રવિવારના ટેલિકાસ્ટ થયેલા આ એપિસોડમાં બિગબોસમાં  6 નવા ચેલેન્જર તરીકે એન્ટ્રી લીધી હતી. જેમાં રાખી સાવંત, વિકાસ ગુપ્તા, રાહુલ મહાજન, કશ્મીરા શાહ, અર્શી ખાન અને મનુ પંજાબી શામેલ છે. આ સિવાય આ એપિસોડથી જોડાયેલા ઘણા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આ છ લોકોએ વિકેન્ડ કા વારમાં તેનો ઈરાદો સાફ કરી દીધો હતો. ઘરની અંદર જોરદાર હંગામો મચશે.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)