ખબર મનોરંજન

અભિનેતા અરશદ વારસીનું આવ્યું એટલું મોટું વીજળીનું બિલ કે કહી દીધી કિડની વેચવાની વાત

દેશભરમાં કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનના કારણે વેપાર ધંધા ઠપ પડી ગયા છે. જો કે હાલમાં થોડા સાત્મ્યથી મળેલી છૂટ ના કારણે વેપારધંધા ફરી ધમધમતા તો થયા છે પરંતુ હજુ ઘણા એવા એકમો એવા છે જે હજુ પણ શરૂ નથી થયા, એવો જ એકમ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું કામ હજુ પણ બંધ પડ્યું છે ત્યારે તેની સાથે જોડાયેલા ઘણા કલાકારો આર્થિક મહામારીનો સામનો કરી રહ્યા છે હવે આ બધા વચ્ચે બોલીવુડના ખુબ જ ખ્યાતનામ અભિનેતા અરશદ વારસી પણ પોતાની હાલતને લઈને આગળ આવ્યા છે.

Image Source

અભિનેતા અરશદ વરસીએ પોતાના પ્રસંશકો અને ફોલોઅર્સને પોતાની બનાવેલી પેઇન્ટિંગ ખરીદવા માટે વિચાર કરવા માટે કહી રહ્યા છે. તેમની ઈંચઃ તેના ધ્વરા જમા થયેલા નાણાં ધ્વરા પોતાનું વીજળીનું બિલ ભરવાની છે. ટ્વીટર ઉપર એક પોસ્ટ કરતા અભિનેતા અરશદ વારસીએ આગળના મહિનાનું બિલ ભરવા માટે મઝાકમાં પોતાની કિડની વેચવાની પણ વાત જણાવી છે. હાલ અભિનેતાએ પોતાના 1 લાખ રૂપિયાના વીજળીના બિલ ભરવા માટે પોતાની કિડની વેચવા માટેની પણ વાત કરી છે.

રવિવારે કરેલી એક ટ્વિટની અંદર અરશદ ધ્વરા કહેવામાં આવ્યું કે 5 જુલાઈના રોજ તેના ખાતામાંથી 1.03 લાખ રૂપિયા ડેબિટ કરવામાં આવ્યા હતા. બીજા એક ટ્વીટમાં તેને પોતાના ચિત્રો વિષે એક સમાચાર લખીને શેર કર્યા હતા અને પોતાના ફોલોઅર્સને તેને ખરીદવા માટે પણ વિનંતી કરી. તેને લખ્યું હતું કે: “લોકો મારી પેઇન્ટિંગ ખરીદે, મારે અદાણીનું વીજળીનું બિલ ચૂકવવાનું છે, કિડની આગળના બિલ માટે રાખી છે.”

આ બાબતે અભિનેત્રી ટીસ્કા ચીપડાએ પણ જવાબ આપતા કહ્યું છે: “આના પહેલા તે બહાર વેચે, તમે મારા માટે એક અલગ રાખી દો.” આ બાબતે ઉપર અરશદે જવાબ આપતા કહ્યું હતું કે: “ઠીક છે, બસ મને મારા બિલ માટે પૈસા ભેગા કરી લેવા દો.” અભિનેત્રી શ્રુતિ શેઠ દ્વારા પણ લખવામાં આવ્યું કે “મને તમારા બે ચિત્રોની માલકીન બનવા ઉપર ગર્વ છે. મને મારા ટાટા વીજળીના બિલ ભરવા ઉપર એકને વિહાંકવું પડી શકે છે.”

તો અરશદના બીજા એક ચાહકે લખ્યું છે કે “પરંતુ સર તમારું પેઇન્ટિંગ ખરીદવા માટે મારે મારી કિડની વેચવી પડશે” માત્ર અરશદ વરસી એક એવો અભિનેતા નથી જે પોતાના વીજળીનું બિલ ભરવા માટે ઝઝૂમી રહ્યો છે. આ ઉપરાંત પણ તાપસી પન્નુ, સોહા અલી ખાન, નેહા ધૂપિયા, વીર દાસ, રેણુકા શાને અને બીજા ઘણા મુંબઈકરોએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે સામાન્ય કરતા પણ 3થી 10 ઘણું વધારે વીજળીનું બિલ આવ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.