હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Lizard on Diwali: સાફ-સફાઇ માટે લોકો કંઇ પણ કરે છે. હવે દીવાળીમાં બસ ગણતરીના દિવસો જ રહી ગયા છે. એવામાં બધા પોતાના ઘરની સાફ-સફાઇમાં ધ્યાન આપી રહ્યા છે. જ્યારે ઘરની સાફ-સફાઇની વાત આવે છે, ત્યારે લોકો કિચન હોય કે ઘરના અન્ય સ્થાન ગરોળી કે બીજા જીવોને ભગાડવામાં લાગી જાય છે. પણ તમને ખબર પડે કે તમે જેને ઘરમાં ભગાડી રહ્યા છો તે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રહેવું શુભ છે, તો…
દીવાળીના દિવસે ગરોળીનું દેખાવું
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારા ઘરમાં દીવાળીના દિવસે ગરોળી નજર આવે છે તો સમજી જજો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર થવાની છે. કારણ કે ગરોળીને ધનની દેવીનો સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દીવાળીના દિવસે ભૂલથી પણ એને બહાર ન નીકાળવી જોઇએ.
ઘરના મંદિરમાં ગરોળીનું દેખાવું
જો તમે તમારા ઘરના મંદિરમાં ગરોળી જુઓ છો, તો ધાર્મિક માન્યતાઓ અનુસાર તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ એ વાતનો સંકેત છે કે માતા રાની જલ્દી જ તમારા ઘરને સુખ-સમૃદ્ધિથી ભરી દેશે.
પૂજા દરમિયાન ગરોળીનું દેખાવું
જો દિવાળી પર પૂજા કરતી વખતે તમને ગરોળી દેખાય તો ચિંતા કરવાની જરૂર નથી. આ દેવી લક્ષ્મી તરફથી ખૂબ જ શુભ સંકેત છે. આવી સ્થિતિમાં તમારે ખુશ થઈને માતા રાનીની પ્રાર્થના કરવી જોઈએ. જેથી માતા તમારી દરેક મનોકામના પૂર્ણ થાય.
ગરોળી માથા પરથી પડવી
જો ક્યારેય તમારા પર ગરોળી પડી જાય તો ગભરાશો નહીં. ધાર્મિક માન્યતાઓ અનુસાર તેને શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જો દિવાળીના દિવસે તમારા માથા પરથી ગરોળી પડે છે તો તે રાજયોગની રચનાનો સંકેત છે. આવી સ્થિતિમાં, તમારે સ્નાન કરવું જોઈએ અને મંદિરમાં કંઈક દાન કરવું જોઈએ.
દિવાળી પર ગરોળી દેખાય તો શું કરવું
માન્યતા અનુસાર, જો તમને દીવાળી પર ઘરમાં ગરોળી દેખાય તો તરત જ મંદિરમાં અથવા ભગવાનની મૂર્તિ પાસે રાખેલા કંકુ-ચોખા લાવી ગરોળી પર છાંટવા જોઇએ. આવું કરતી સમયે તમારા મનની કોઈપણ ઇચ્છા વિશે બોલવું અને પ્રાર્થના કરવી કે તામરી ઈચ્છા પુરી થઈ જાય.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં