ખબર

આ રીતે સંતાડ્યું હતું ચોકલેટના બોક્સમાં સોનુ, કસ્ટમવાળા પણ જોઈને રહી ગયા હેરાન

અવાર નવાર સોનાની તસ્કરીના કિસ્સાઓ સામે આવતા રહે છે, હાલમાં જ મુંબઈ એરપોર્ટ ઉપર એક એવો જ કિસ્સો સામે આવ્યો જેને જોઈને કસ્ટમ ઓફિસર પણ હેરાન રહી ગયા હતા. પોલીસે આ બાબતે એક મહિલાની ધરપકડ કરી છે.આ મહિલા ચોકલેટના કાર્બન પેપર રેપરની રીતે સોનાની તસ્કરી કરી રહી હતી. કસ્ટમ વિભાગ દ્વારા તેની પાસેથી 481 ગ્રામ સોનુ જપ્ત કર્યું છે.  મહિલાએ સોનાની તસ્કરી ચોકલેટ બોક્સમાં રેપરની રીતે કરી હતી.

Image Source

આ મહિલાએ સ્કેનિંગ મશીનથી બચવા માટે સોનાને કાર્બન પેપર અને કાર્ડબોર્ડ સાથે ભેળવીને લગાવ્યું હતું. અધિકારીઓએ તસ્કરીના તરીકા વિશે જણાવતા કહ્યું હતું કે સોનાને પહેલા પન્નીમાં બદલવામાં આવ્યો. ત્યારબાદ એક કાર્ડબોર્ડ બોક્સની અંદર, ભૂરા કાર્બન પેપરમાં એક ચોકલેટ રેપરના રૂપમાં તેને રાખવામાં આવ્યું હતું  જેના કારણે તપાસ દરમિયાન આંખોમાં ધૂળ નાખી શકાય.

ભારતમાં દરવર્ષે લગભગ 800-900 ટન સોનુ આયાત કરવામાં આવે છે જયારે વાર્ષિક ખપત લગભગ 1000 ટન છે. જેનાથી સ્પષ્ટ થઇ શકે છે કે આપણા દેશની અંદર પણ દર વર્ષે 200 ટન સોનાની તસ્કરી થાય છે.