Arrest Of Rani Mukherjee Cousin : બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓ રાની મુખર્જી અને કાજોલના પિતરાઈ ભાઈ અને બંગાળી અભિનેતા સમ્રાટ મુખર્જીની કોલકાતા પોલીસે ધરપકડ કરી છે. રોડ અકસ્માત સંબંધિત કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે સવારે દક્ષિણ-પશ્ચિમ કોલકાતાના બેહાલા વિસ્તારમાં સમ્રાટની કાર કથિત રીતે એક મોટરસાઇકલ સાથે અથડાઈ હતી.
અકસ્માત બાદ 29 વર્ષીય મોટરસાયકલ ચાલકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. કાર ચલાવી રહેલા સમ્રાટ મુખર્જીની કોલકાતા પોલીસે ધરપકડ કરી છે. બાઇક સવારે આ ઘટના વિશે પત્રકારોને જણાવ્યું હતું કે તે રાત્રે લગભગ 12:30 વાગ્યે ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે એક કાર ખોટી દિશામાંથી ખૂબ જ ઝડપે આવી રહી હતી અને તેને ટક્કર મારી હતી, જેના કારણે તે બેભાન થઈ ગયો હતો.
ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સમ્રાટ મુખર્જી બેહાલા ચોરાસ્તાથી ટોલીગંજ તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેણે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને તેનું વાહન મોટરસાઈકલ સાથે અથડાયું. 54 વર્ષીય સમ્રાટ મુખર્જી એક પ્રખ્યાત બંગાળી અભિનેતા છે. તે કાજોલ, રાની મુખર્જી અને ફિલ્મ નિર્માતા અયાન મુખર્જીના પિતરાઈ ભાઈ છે. તેણે ‘જંજીર’, ‘સિકંદર સડક કા’ અને ‘હમ હૈ રાહી કર કે’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
Update : આ મામલો ખૂબ વધ્યા બાદ હવે અભિનેતા આગળ આવ્યો અને તેણે સ્પષ્ટતા કરી. ટાઈમ્સ એન્ટરટેઈનમેન્ટ સાથે વાત કરતા સમ્રાટે કહ્યું- ‘હું લોકોને કહી કહીને થાકી ગયો છું કે મારો કોઈ અકસ્માત નથી થયો. જે અકસ્માતનો ભોગ બન્યો તે સમ્રાટ મુખર્જી બીજો બંગાળી અભિનેતા છે, જે કોલકાતામાં રહે છે અને હું મુંબઈમાં મારા પરિવાર સાથે બિલકુલ સુરક્ષિત છું.